Murder/ વધુ એક હત્યા સાથે ડાયમંડ સિટી સુરતનાં ક્રાઇમ રેટની ચળકાટ પણ વધી

સુરત શહેરમાં વધુ એક હત્યાનો બનાવ વરાછા ભવાની સર્કલ પાસે લાકડાના ફટકા મારી હત્યા લાલો ઉર્ફ વિજય નામના યુવકની કરાઈ હત્યા અન્ય યુવક સાથે નજીવી બાબતમાં ઝઘડો થતા કરી હત્યા હત્યા કરી લાશને અશ્વની કુમાર સ્માશન પાસે ફેંકી દીધી કતારગામ પોલીસે હત્યારા ભાવેશને ઝડપી પાડ્યા કતારગામ પોલીસે હત્યારાને વરાછાલીસને સોંપ્યો ગુજરાતનું ડાયમંડ સિટી હીરાની સાથે […]

Top Stories Gujarat Surat
  • સુરત શહેરમાં વધુ એક હત્યાનો બનાવ
  • વરાછા ભવાની સર્કલ પાસે લાકડાના ફટકા મારી હત્યા
  • લાલો ઉર્ફ વિજય નામના યુવકની કરાઈ હત્યા
  • અન્ય યુવક સાથે નજીવી બાબતમાં ઝઘડો થતા કરી હત્યા
  • હત્યા કરી લાશને અશ્વની કુમાર સ્માશન પાસે ફેંકી દીધી
  • કતારગામ પોલીસે હત્યારા ભાવેશને ઝડપી પાડ્યા
  • કતારગામ પોલીસે હત્યારાને વરાછાલીસને સોંપ્યો

ગુજરાતનું ડાયમંડ સિટી હીરાની સાથે સાથે ક્રાઈમ રેટમાં પણ ઝગારા મારી રહ્યું હોય તેવુ પ્રતિત થઇ રહયું છે. રોજે-રોજ બળાત્કાર, હત્યા, લૂંટ, છેડતી, છેતરપિંડી, ચોરી, મારામારી જેવી ઘટનાઓ જાણે સામાન્ય બની ગઈ છે. લુખ્ખાઓને પોલીસનો લગીરે ડર રહ્યો નથી. જી હા, વાત બિલકુલ સાચી છે અને તેની સાબિતી પણ છે.

આજે સુરતનું વરાછા ફરી હત્યાની ઘટનાનું સાક્ષી બન્યું છે. સામાન્ય બોલાચાલીમાં એક યુવાનને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગયો છે. સુરત શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. વરાછા વિસ્તારમાં ભવાની સર્કલ પાસે લાલો ઉર્ફ વિજય નામના યુવકની કરાઈ લાકડાના ફટકા મારી હત્યા કરવામાં આવી છે.

મહત્વની વાત એ છે કે, હત્યારાએ ઢોર મારમારી યુવાનને અશ્વિની કુમાર સ્મશાન પાસે ફેંકી દીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, અમરોલી ચાર રસ્તા પાસે રહેતા અને અશ્વનીકુમાર સ્મશાન ભુમીમાં બાળકોને દફનાવાનું કામ કરતા ૩૦ વર્ષીય યુવકને ગઈકાલે રાત્રે વરાછા ભવાની સર્કલ પાસે અજાણ્યા લોકો લાકડાના ફટકાનો ઢોર માર મારી લોહીલુહાણ કરી નાસી ગયા હતા. લોકોને જાણ થતા સ્થાનિકોએ યુવાનને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે અમરોલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, અને આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તુરંત ઘટના સ્થળ અને હોસ્પિટલ યુવકનું નિવેદન લેવા પહોંચી હતી, પરંતુ યુવકની હાલત ગંભીર હોવાથી જે શક્ય બન્યું ન હતું. જોકે હોસ્પિટલમાં યુવકનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજ્તા પોલીસે હવે હત્યાનો ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે