- અમદાવાદમાં મહિલાએ દીકરા સાથે કર્યો આપઘાત
- રિવરફ્રન્ટ વોક વે પરથી કર્યો આપઘાત
- મહિલાએ 5 મહિનાની દીકરા સાથે કર્યો આપઘાત
- મહિલાએ નદીમાં પડતું મૂકીને કર્યો આપઘાત
- માનસિક બીમારીથી કંટાળીને કર્યો આપઘાત
- પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
રાજ્યમાં સતત આપઘાતના કેસ વધી રહ્યા છે. કોઈ સાસરિયાંના ત્રાસથી આપઘાત કરી રહ્યા છે તો કોઈ આર્થિક તંગીના કારણે તો કોઈ ડિપ્રેશનના કારણે આપઘાતનું પગલું ભરી રહ્યા છે. ત્યારે આવામાં અમદાવાદના રિવરફ્રન્ટ વોક વે પરથી મહિલાએ દીકરા સાથે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મહિલાએ માનસિક બીમારીથી કંટાળી ગઈ હતી જેથી તેણે તેના પાંચ મહિનાના દીકરા સાથે આપઘાત કર્યો છે. હાલ આ મામલે પોલીસ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :ફ્રન્ટલાઈન વોરિયર્સ ગણાતાં પોલીસ અને ડોક્ટર્સ કોરોનાની ઝપેટમાં, મેડિકલ સુપ્રિ સહિત, 85 પોલીસ કર્મીને કોરોના
આપને જણાવી દઈએ કે, ઉત્તરાયણના દિવસે સુરતમાં કિશોરીએ આપઘાત કર્યો હતો. પિતાએ કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે તો બહાર નથી જવા કહીને કિશોરીને ઠપકો આપ્યો હતો જે બાદ કિશોરીને લાગી આવતા તેણે ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ચાર વર્ષમાં આપઘાતના આંકડા સામે આવ્યા છે અને જે ગંભીર છે.વર્ષ 2018 માં 116 મોત,2019 માં 88 લોકો ના મોત,2020માં 98 અને 2021માં 132 લોકો ના મોત થયા છે.નવા વર્ષની શરૂઆતમાં આર્થિક સંડળામણના કારણેએ ડેન્ટીસ્ટ તેમજ વેપારીએ નદીમાં છલાંગ લગાવીને મોતને વ્હાલુ કરતા ચકચાર મચી ગઇ છે. કોરોનામાં આવેલા લોકડાઉન બાદ કેટલાક લોકો આર્થિક રીતે પાયમાલ થઇ ગયા છે જ્યારે કેટલાક લોકો દારૂ જુગારની લત્તે ચઢી ગયા છે.
આ પણ વાંચો :કોરોનાનું સંક્રમણ સતત વધતાં રાજ્યના પ્રસિધ્ધ તિર્થધામો દ્વારા એક સપ્તાહ દર્શન બંધ રાખવાનો નિર્ણય
આ પણ વાંચો :P.S.I અને L.R.Dના નોકરી ઈચ્છુકોને છેતરતી બંટી-બબલીની પોલીસે ધરપકડ કરી
આ પણ વાંચો : કોરોનાનાં 21 મહિનામાં દેશમાં લાખો બાળકો થયા અનાથ, ગુજરાત ત્રીજા ક્રમે
આ પણ વાંચો :આવો….આવો….બોલતા જ 50 બગલા ખોરાક ખાવા યુવાન પાસે દોડી આવે છે
