Rajkot News/ રાજકોટ બનશે સૌરાષ્ટ્રનું ‘સ્માર્ટ હબ’: લાયન સફારી પાર્ક, ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવી સુવિધાઓની મળશે ભેટ

Rajkot મહાનગરપાલિકા દ્વારા શહેરમાં લાયન સફારી પાર્ક, ઓલિમ્પિક લેવલનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને 1010 નવા આવાસોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જાણો વિગતવાર અહેવાલ.

Gujarat Top Stories Rajkot
Rajkot urban development projects 2026

Rajkot urban development projects 2026: ‘ઇઝ ઓફ લિવીંગ’ના વિઝન સાથે રંગીલું રાજકોટ હવે વૈશ્વિક સ્તરના શહેરી વિકાસ તરફ ડગ માંડી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવાસ, પર્યટન અને સ્પોર્ટ્સ ક્ષેત્રે અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. આગામી સમયમાં રાજકોટવાસીઓને લાયન સફારી પાર્ક અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવી અત્યાધુનિક સુવિધાઓ મળવા જઈ રહી છે.

Rajkot શહેરની મધ્યમાં જંગલનો અનુભવ

રાજકોટના પ્રવાસન ક્ષેત્રે લાયન સફારી પાર્ક (Lion Safari Park) હવે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યો છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં પ્રાણીઓ અને મુલાકાતીઓ બંનેની સુરક્ષાને પ્રાધાન્ય આપીને 5 મીટર ઊંચી ચેઇનલીંક ફેન્સિંગ અને મજબૂત કમ્પાઉન્ડ વોલની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે. સિંહો માટેના આધુનિક નાઇટ શેલ્ટર અને પાર્કની અંદરના આંતરિક રસ્તાઓનું નિર્માણ કાર્ય પણ હવે તેના અંતિમ તબક્કામાં છે, જેના કારણે ટૂંક સમયમાં જ રાજકોટવાસીઓ અને પ્રવાસીઓ શહેરની એકદમ નજીક જ વનરાજના દર્શનનો રોમાંચક લ્હાવો લઈ શકશે.

Rajkot urban development projects 2026

ઓલિમ્પિક કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ

વોર્ડ નં. 17 માં આંતરરાષ્ટ્રીય કક્ષાનું અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થઈ રહ્યું છે. ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને તેની ડિઝાઇન બનાવવામાં આવી છે. આ સુવિધાથી સૌરાષ્ટ્રના ખેલાડીઓને વર્લ્ડ ક્લાસ ટ્રેનિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘરઆંગણે જ ઉપલબ્ધ થશે.

Rajkot urban development projects 2026

1010 પરિવારોને મળશે પોતાનું ઘર

પ્રધાનમંત્રી આવાસ યોજના (PM Awas Yojana) હેઠળ રાજકોટના રેલનગર વિસ્તારમાં ₹119 કરોડના માતબર ખર્ચે તૈયાર થઈ રહેલા 1010 EWS-II આવાસોનું કામ હવે પૂર્ણતાના આરે છે. આ આવાસ યોજનાને અત્યંત આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે, જેમાં પર્યાવરણની જાળવણી માટે રૂફટોપ સોલાર સિસ્ટમ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. રહેવાસીઓની સુવિધા અને સુરક્ષા માટે બિલ્ડિંગમાં ઓટો ડોર લિફ્ટ અને અત્યાધુનિક ફાયર સેફ્ટી સિસ્ટમ પણ લગાડવામાં આવી છે. આ ઉપરાંત, સામાજિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સંકુલમાં જ આંગણવાડી, શોપિંગ સેન્ટર અને બાળકો માટે રમતગમતનો ખાસ એરિયા (ચિલ્ડ્રન પ્લે એરિયા) તૈયાર કરવામાં આવ્યો છે.

Rajkot urban development projects 2026

શુદ્ધ પાણી અને ઔદ્યોગિક વિકાસ

રાજકોટના શહેરી વિકાસને વેગ આપવા માટે અનેક મહત્વના પ્રોજેક્ટ્સ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે, જેમાં પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે ન્યારા ખાતે 50 MLD ક્ષમતાનો ફિલ્ટર પ્લાન્ટ અને માધાપર વિસ્તારમાં કરોડોના ખર્ચે નવી ટાંકીઓ તેમજ પમ્પિંગ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્વનું કદમ ઉઠાવતા સ્માર્ટ સિટી વિસ્તારમાં ₹49 કરોડના ખર્ચે કામ કરતી મહિલાઓ માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ‘વર્કિંગ વિમેન હોસ્ટેલ’ તૈયાર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, રાજકોટના ગતિશીલ MSME ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન પૂરું પાડવા અને મોટા આયોજનો માટે શહેરમાં એક આધુનિક કન્વેન્શન સેન્ટરનું નિર્માણ કરવાની પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે. અટલ સરોવર, એઈમ્સ (AIIMS) અને ઇન્ટરનેશનલ એરપોર્ટ બાદ આ નવા પ્રકલ્પો રાજકોટની કાયાપલટ કરવા માટે તૈયાર છે.


આ પણ વાંચો:રાજકોટમાં ‘વિકાસ’ કે ‘વિનાશ’? જંગલેશ્વરમાં 1358 પરિવારો પર ડિમોલિશનની તલવાર

આ પણ વાંચો:રાજકોટના ધોરાજીમાં મેગા ડિમોલિશન કરી 3.70 કરોડની જમીન ખુલ્લી કરાઈ

આ પણ વાંચો:1358 પરિવારોના આશિયાના હાલ પૂરતા બચી ગયા! જંગલેશ્વર ડિમોલિશન પર હાઇકોર્ટની રોક