રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાંથી સામે આવ્યા છે, ત્યારે શહેરમાં કોરોના સામે ફ્રન્ટ લાઇનમાં રહેલા વધુ એક કોરોના વોરિયર્સનું મોત થયુ છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, અમદાવાદનાં એસ.જી. -1 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI એ.એસ.ડામોરનું કોરોનાને કારણે મોત થયુ છે.
PI એ.એસ.ડામોરનાં મોતના સમાચાર સાંભળીને સાથી કર્મચારીઓ તથા અમદાવાદ પોલીસ બેડામાં શોકનો માહોલ ફેલાઈ ગયો હતો. PI એ.એસ.ડામોર કોરોનાગ્રસ્ત હોવાના કારણે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શહેરમાં આજે પણ કોરોનાનો કહેર યથાવત છે. કોરોનાનાં કેસ વધતા મોતનો આંકડો પણ વધ્યો છે. જો કે રિકવરી રેટ પણ હવે વધવા લાગ્યો છે.
