Ahmedabad/ PM ના આગમન પૂર્વે આવી છે સુરાક્ષાની તૈયારી, શહેર અભેદ પોલીસ કિલ્લામાં ફેરવાયું

અમદાવાદ PM મોદીના આગમન  પહેલા પોલીસ દ્વારા અભેદ સુરક્ષા સુલભ કરાવવાના ભાગ રુપે રિહર્સલ કરવામાં આવ્યું. રિવરફ્રન્ટ થી લઇને એરપોર્ટ સુધીના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યાની સાથે સાથે ઉચ્ચ પોલીસ અધિકારી સહિત NSG કમાન્ડો સહિતે પણ PM ચાલવાનાં છે, તે તમામ રૂટનું નિરીક્ષણ કર્યું હતું. રૂટનું નિરીક્ષણ સમયે SPG,  NSG, ચેતક કમાન્ડો પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચનાં […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ PM મોદીના આગમન  પહેલા પોલીસ દ્વારા અભેદ સુરક્ષા સુલભ કરાવવાના ભાગ રુપે રિહર્સલ કરવામાં આવ્યું. રિવરફ્રન્ટ થી લઇને એરપોર્ટ સુધીના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યાની સાથે સાથે ઉચ્ચ પોલીસ અધિકારી સહિત NSG કમાન્ડો સહિતે પણ PM ચાલવાનાં છે, તે તમામ રૂટનું નિરીક્ષણ કર્યું હતું. રૂટનું નિરીક્ષણ સમયે SPG,  NSG, ચેતક કમાન્ડો પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચનાં અધિકારીઓ પણ રૂટનું નિરીક્ષણમાં ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આવતી કાલે PM મોદી કેવડિયાથી અમદાવાદ આવી રહ્યા છે. 

PM મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે ગુજરાત પ્રવાસને લઈને શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવામાં આવી રહ્યો છે. પીએમની સુરક્ષાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, રિહર્સલ કરવામાં આવી રહ્યા છે અને રૂટનું નિરીક્ષણ પણ થઇ રહ્યું છે. 

અમદાવાદ શહેરમાં રહેશે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 3 જેસીપી, 10 ડીસીપી, 13 એસીપી, 43 પીઆઈ, 96 PSI શહેરમાં PMનાં સુરક્ષા બંદોબસ્તમાં રહેશે. આ ઉપરાંત 1655 જેટલા પોલીસ કોન્સ્ટેબલ પણ સુરક્ષામાં ખડેપગે રહેશે. બંદોબસ્તમાં ક્રાઇમ બ્રાન્ચ, બોમ્બ સ્કોર્ડ, ડોગ સ્કોર્ડની પણ ચાંપતી નજર રહેશે.

પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્તનાં ભાગ રુપે હોટલ, ઢાબા વગેરેનું ચેકીંગ કરાયુ, SP દ્વારા તમામ લગતા ડિપાર્ટમેન્ટ સાથે સમીક્ષા મિટિંગ કરાઈ છે. શહેરીજનોને ટ્રાફિકનાં સવાલ ઊભા ન થાય તેવા આયોજન કરવાના પ્રયાસો પણ પોલીસ દ્વારા હાથધરવામાં આવ્યા છે. એરપોર્ટને લગતી સુરક્ષા તૈયારીઓ સેકટર 2 કરશે, તો રિવર ફ્રન્ટને લગતી સુરક્ષા સેકટર 1 કરશે. જ્યારે ટ્રાફિકને લગતી તમામ તૈયારીઓ ટ્રાફિક જેસીપી કરશે. સાબરમતીમાં સ્પીડ બોટ મારફતે પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. અને આકાશી બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. PM મોદીની સુરક્ષાને લઇને  કયુ.આર. ટી ટીમ, એન્ટી સબોટેજ ટીમનું ગઠન પણ કરાયુ છે.