Political/ રાહુલનો સરકાર પર કટાક્ષ, દેશનાં ખેડૂતોએ માંગી મંડી… PM મોદીએ આપી ભયાનક મંદી

આ વર્ષે મોદી સરકાર સંસદનાં ચોમાસા સત્રમાં ખેડૂતો માટે એક નવો કૃષિ કાયદો લઇને આવી છે, જેથી તેઓ તેમના પાક કોઇ પણ જગ્યાએ વેચી શકે છે.

India

આ વર્ષે મોદી સરકાર સંસદનાં ચોમાસા સત્રમાં ખેડૂતો માટે એક નવો કૃષિ કાયદો લઇને આવી છે, જેથી તેઓ તેમના પાક કોઇ પણ જગ્યાએ વેચી શકે છે. મોદી સરકાર આ કાયદાને ખેડૂતો માટે ફાયદાકારક ગણાવી રહી છે, તો બીજી તરફ વિરોધી પક્ષો તેને કાળો કાયદો ગણાવી રહ્યા છે. વળી, ભાજપ શાસિત રાજ્યો સિવાયનાં મોટાભાગનાં રાજ્યોમાં, આ બિલ વિરુદ્ધ કાયદો વિધાનસભામાં લાવવામાં આવી રહ્યો છે. હવે ફરી એકવાર કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ કૃષિ કાયદા દ્વારા મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

PM Modi Rahul Gandhi Tejashwi Yadav Bagaha rally double yuvraj NDA double  engine Bihar polls 2020 | Elections News – India TV

કરજણ બેઠક પર ભાજપનો માસ્ટરસ્ટ્રોક, કોંગ્રેસનાં અગ્રણી જોડાયા ભાજપમાં

અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ બિહારનાં ખેડૂતો પંજાબની જેમ રાજ્યમાં પણ મંડીઓ માંગે છે. હાલમાં પંજાબમાં કોંગ્રેસની સરકાર છે, જ્યારે બિહારમાં એનડીએ નીતિશ કુમારનાં નેતૃત્વ હેઠળ છે. આ રીતે આ અહેવાલ શેર કરીને રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, “દેશનાં ખેડૂતોએ માંગી મંડી… વડા પ્રધાને આપી દીધી ભયાનક મંદી.”

Rahul gandhi Priyanka gandhi lashed out on the authorities over inflation  and recession – Col-Life.Online

મગફળીના ભાવને લઈ ખેડૂતોમાં રોષ, ઇડરના સાપાવાળા માર્કેટયાર્ડમાં મચાવ્યો હોબાળો

આપને જણાવી દઇએ કે, જ્યારે સંસદમાં કૃષિ કાયદો રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારે રાહુલ ગાંધી તેમની માતા સોનિયાની સારવાર માટે વિદેશ ગયા હતા. આ દરમિયાન તેમણે ટ્વિટર દ્વારા મોદી સરકાર પર નિશાન સાધવાનું ચાલુ રાખ્યું હતુ. જ્યારે તે પરત ફર્યા ત્યારે કોંગ્રેસનાં નેતાઓ સાથે તેઓ ખેડૂતો માટે રસ્તા પર ઉતર્યા હતા. તેમણે ખુદ ખેડૂતોનાં હક માટે પંજાબમાં ઘણી રેલીઓમાં ભાગ લીધો હતો.

Bihar Assembly Elections 2020: Speaking Like Lalu Prasad: BJP On Tejashwi  Yadav's Babu Saheb Remark

જમ્મુ-કાશ્મીરમાં 3.5 ની તીવ્રતાનો અનુભવાયો ભૂકંપનો આંચકો

બિહારમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે, જ્યારે બીજા તબક્કાનું મતદાન મંગળવારે છે. આ વખતે પણ કોંગ્રેસ અને આરજેડીનું ગઠબંધન છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધી બિહારની ચૂંટણીમાં વ્યસ્ત છે. આ ચૂંટણીમાં રાહુલ મોંઘવારી, કૃષિ કાયદો, ચીન સરહદ વિવાદ, બેરોજગારી અને અનિયંત્રિત કોરોના રોગચાળા દ્વારા એનડીએ સરકારને ઘેરી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.