રાજ્યમાં 3 નવેમ્બરનાં રોજ 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે આ પહેલા પેટાચૂંટણીને લઇને એકવાર ફરી ભાંગ-ફોડની શરૂઆત થઇ ગઇ છે. આવો જ એક નજારો કરજણમાં જોવા મળ્યો છે. જ્યા પેટાચૂંટણીનાં મતદાન પૂર્વે કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.
કોરોના વચ્ચે થરાદ-ધાનેરામાં વધુ એક બીમારીએ ઉચક્યું માથું, તંત્ર થયું એલર્ટ
આપને જણાવી દઇએ કે, કરજણ બેઠક પર ભાજપનો માસ્ટર સ્ટોક જોવા મળ્યો છે. જણાવી દઇએ કે, જિલ્લા કોંગ્રેસનાં અગ્રણી અને સહકારી આગેવાન જગદીશ પટેલ ભાજપમાં જોડાયા હોવાનુ સામે આવી રહ્યુ છે. સહકારી આગેવાન સાથે કોંગ્રેસનાં સિનિયર નેતા ગણાતા જગદીશ પટેલે કેસરિયો ધારણ કરતા શિનોર પંથકમાં ભાજપ પક્ષ વધુ મજબૂત બન્યો છે, જ્યારે કોંગ્રેસની વોટબેંક પર મોટી અસર થાય તો નવાઇ નહી.
લગ્ન સમારોહમાં 200 લોકોને સામેલ થવાની છૂટ
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં જ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કહ્યુ હતુ કે, હવે એક પણ કોંગ્રેસી ભાજપમાં નહીં લેવામાં આવે, તેવી મંચ પરથી જાહેરાત કરી હતી, તેમ છતાં રાજકીય દાવપેચ થી ભાજપમાં કોંગ્રેસી અગ્રણીઓ ની એન્ટ્રી થઈ રહી છે. જણાવી દઇએ કે, જગદીશ પટેલ બરોડા ડેરી અને ગંધારા સુગરમાં ડિરેક્ટર રહી ચૂક્યા છે. મહત્વપૂર્ણ છે કે કરજણ બેઠક પર કોંગ્રેસનાં સંભવિત ઉમેદવાર તરીકે જગદીશ પટેલનું નામ ચર્ચામાં હતું.
