Not Set/ અમદાવાદ ગોડાઉનની આગની ઘટનામાં મળ્યો વધુ એક મૃતદેહ, કુલ મૃત્યુઆંક…

અમદાવાદ શહેરના પીરાણા-પીપળજ રોડ પર આવેલ કપડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. કેમિકલ બનાવતી ફેકટરીમાં બોઈલરમાં બલાસ્ટ બાદ આગની ઘટના બની છે. આ ઘટનામાં નવ લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનામાં વધુ વધુ બે મૃતદેહ મળી આવ્યા છે. જે સાથે મૃતકોનો આંક 11 ઉપર પહોચ્યો છે.

Ahmedabad Gujarat

22.22PM update

આ ઘટનામાં વધુ એક મૃત દેહ મળી આવ્યો છે. જે સાથે કુલ મૃતકઆંક 12 ઉપર પહોચ્યો છે.

 

નોધનીય છે કે, અમદાવાદ શહેરના પીરાણા-પીપળજ રોડ પર આવેલ કપડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. કેમિકલ બનાવતી ફેકટરીમાં બોઈલરમાં બલાસ્ટ બાદ આગની ઘટના બની છે. આ ઘટનામાં અગાઉ  નવ લોકોના મૃત્યુ થયા છે. ત્યાર બાદ વધુ બે મૃતદેહ મળી આવ્યા હતા. હવે વધુ એક મૃત દેહ મળતા  મૃતકોનો આંક 12 ઉપર પહોચ્યો છે.

નોધનીય છે કે, આ આગ્નની ઘટનાના પડઘા છેક દિલ્હી સુધી પડ્યા છે. PM મોદીએ પણ આ મૃતકોના પરુવાર જનોને સાંત્વના પાઠવી છે તો સાથે CM રુપાણીએ પણ મૃતકોના પરિવારને ૪ લાખની સહાય જાહેર કરી છે.

નોધનીય છે કે, બ્લાસ્ટની ઘટનાની અસર આસપાસના ગોડાઉનને થઈ હતી. જ્યારે કાપડના ગોડાઉન સહિત 3-4 ગોડાઉનની છત ધરાશાયી થઈ હતી. આ 9 ગોડાઉનમાં 25 જેટલા લોકો ફસાયા હતા, જેમાંથી 6 પુરૂષ અને 5 મહિલા સહિત 11નાં મોત થઈ ગયાં છે. જ્યારે ફાયરની ટીમ દ્વારા હાલ રેસ્ક્યૂ કામગીરી કરવામાં આવી રહી છે. ઈજાગ્રસ્તો એલ.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ લઇ જવામાં આવ્યા છે.  રેસ્ક્યુ કામગીરી કરવા માટે NDRFની ટીમ પહોંચી છે. આ ટીમ અત્યાધુનિક અદ્યતન સાધનો વડે રેસ્કયુ કરી રહી છે.