બોલિવૂડની પ્લેબેક સિંગર નેહા કક્કર અને રોહનપ્રીતે આ વર્ષે પોતાનો પહેલો કરવા ચોથ ઉજવ્યો છે. નેહા કક્કર અને રોહનપ્રીત લગ્ન ના બંધનમાં બંધાઈ ચુક્યા છે. શરૂઆતમાં તે સ્પષ્ટ થઈ શક્યું ન હતું કે શું બંને મ્યુઝિક આલ્બમ લોન્ચ કરવા જઈ રહ્યા છે કે ખરેખર લગ્ન માટે તૈયાર છે. જો કે, સમય જતાં ફોટો અને વીડિયો સામે આવ્યા અને વધુ જ સ્પષ્ટ થઈ ગયું.
નેહા કક્કરે તેના પહેલા કરવા ચોથ પર એક શોર્ટ મ્યુઝિક વીડિયો શેર કર્યો છે જેમાં તે અને રોહનપ્રીત એક ગીત પર પરફોર્મ કરતા જોવા મળી રહ્યા છે. બંને એક ગીત પર પરફોર્મ કરી રહ્યા છે અને આ ગીતમાં નેહા પોતાનો હાથની મહેંદી બતાવી રહી છે. નેહાએ તેના હાથમાં સિમ્પલ મહેંદી લગાવી છે.
https://www.instagram.com/p/CHK4n6RDDhD/?utm_source=ig_web_copy_link
લુકની વાત કરીએ તો વીડિયોમાં નેહા લાલ દુપતો ઓઢીને જોવા મળી રહી છે. તેના હાથમાં લાલ બંગડીઓ અને માંગમાં સિંદૂર જોવા મળે છે. બીજી તરફ, રોહનપ્રીત પણ લાલ પાઘડી પહેરેલો જોવા મળી રહ્યો છે. બંનેની જોડી એકદમ શાનદાર લાગી રહી છે. વિડીયો શેર કરવામાં આવ્યો ત્યારથી, અત્યાર સુધીમાં 17 લાખથી વધુ વ્યૂ મળી ચુક્યા છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ પણ વાંચો : અંકિતા લોખંડેએ કરવા ચોથ પર પહેરી લાલ સાડી, તો યુઝર્સે કહ્યું – તમે સુશાંતને યાદ…
કોમેન્ટ સેક્શન વિશે વાત કરવામાં આવે તો, નેહા કક્કર અને રોહનપ્રીતના ચાહકોએ કોમેન્ટ બોક્સમાં બંનેના લોકની પ્રશંસા કરી છે. તસ્વીરના કેપ્શનમાં નેહા કક્કરે કહ્યું છે કે તે આ ગીતને ખૂબ જ પસંદ કરે છે. તેણે વીડિયોમાં રોહનપ્રીતને પણ ટેગ કર્યો છે.
આ પણ વાંચો : શિલ્પા શેટ્ટીના 11 મા કરવચોથ પર રાજ કુંદ્રાએ શેર કર્યું મીમ, કહ્યું- મહિલાઓ ઉપવાસ ખોલતી વખતે…
