Drugs/ ATS ને મળી મોટી સફળતા, 27. 43 લાખ ની કિંમતનાં MD ડ્રગ્સ સાથે 4 ઝડપાયા

ગુજરાત ATS ને મોટી સફળતા આવી છે. એમડી ડ્રગ્સને લઈને ઓપેરશન સફળ રહ્યુ છે. વલસાડના ભીલડની રાધે હોટેલના પાર્કિંગમાંથી 4 આરોપીઓ MD ડ્રગ્સના અધધધ જથ્થા સાથે ઝડપાયા છે.

Top Stories Gujarat Others
  • ગુજરાત ATSનું સફળ ઓપરેશન
  • વલસાડમાં 2.74  ગ્રામથી વધુ MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
  • મહારાષ્ટ્ર-ગુજરાતની સરહદ બોર્ડર પર ચાર શખ્સો ઝડપાયા
  • ગુજરાત-મહારાષ્ટ્ર બૉર્ડર પરથી ચાર શખ્સો ઝડપાયા

ગુજરાત ATS ને મોટી સફળતા આવી છે. એમડી ડ્રગ્સને લઈને ઓપેરશન સફળ રહ્યુ છે. વલસાડના ભીલડની રાધે હોટેલના પાર્કિંગમાંથી 4 આરોપીઓ MD ડ્રગ્સના અધધધ જથ્થા સાથે ઝડપાયા છે. ગુજરાત એટીએસની ટીમે આરોપીઓ પાસેથી 274 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થાનો કબજે કર્યો છે, જેની બજાર કિમત 27 લાખ 43 હજાર જેટલી છે.

ડ્રગ્સ મુંબઈથી સુરત વેચવા માટે લવાયું હતું 
ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, વલસાડની એક હોટલમાં એમડી ડ્રગ્સની હેરાફેરી થઈ છે. બાતમીના આધારે ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. MD ડ્રગ્સ મુંબઇના અશરફખાન અને ભરૂચના સીરાજ સોનવી ડિલીવરી આપવા માટે ગુજરાત લઈ આવ્યા હતા. ભરૂચનો યાહિયા પટેલ અને સુરતનો તોસિફ તોયલા બંને MD ડ્રગ્સની ડિલીવરી લેવા આવ્યા હતા. ભિલાડની રાધે હોટેલના પાર્કિંગમાં ડિલિવરી કરી રહ્યા હતા, ત્યારે જ ચારેય આરોપીઓને એટીએસએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં મોટાપાયે ડ્રગ્સના કાળો કારોબાર ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સુરત પોલીસ દ્વારા અનેક આરોપીઓને ડ્રગ્સના જથ્થા સાથે પકડવામાં આવ્યા છે. સાથે જ સુરતમાં વેચાતા ડ્રગ્સનો મોટું કૌભાંડ પણ ખૂલ્યું હતું, જે હાલ પણ યથાસ્થિતિ જોવામાં આવી રહ્યું છે.