બિહાર વિધાનસભા ચૂંટણી 2020 નાં પરિણામોમાં એનડીએ ગઠબંધનને 125 સીટો સાથે પૂર્ણ બહુમત મળી છે. આ જીત સાથે નીતિશ કુમારે ઈતિહાસ રચ્યો છે. આપને જણાવી દઇએ કે, નીતિશ કુમાર બિહારનાં મુખ્યમંત્રી તરીકે સાતમી વખત શપથ લેશે. દર વખતની જેમ પટનાનાં ગાંધી મેદાનમાં જ શપથ કાર્યક્રમ યોજાશે. બિહારનાં પરિણામોમાં આરજેડી સૌથી મોટો પક્ષ તરીકે સામે આવી છે પરંતુ એનડીએ ગઠબંધન સૌથી મોટા ગઠબંધન તરીકે સામે આવ્યું છે. નીતિશ કુમાર ભલે 2005 માં બિહારનાં મુખ્યમંત્રી બન્યા પરંતુ આ પહેલા 2000 માં પણ બિહારમાં સીએમ તરીકે શપથ તેઓ લઈ ચૂક્યા છે. જો કે એક સપ્તાહ બાદ તેમની સરકાર બહુમતી સાબિત ન કરી શકી એટલે તેમની સરકાર પડી ગઈ હતી.
2000માં નીતિશ કુમાર સાત દિવસ માટે સીએમ બન્યા, બહુમતી સાબિત ન થતાં સરકાર પડી
2005માં ફરી પાંચ વર્ષ માટે સીએમ બન્યા, પાંચ વર્ષ પૂર્ણ કર્યા
2010માં ફરી જીત્યા, સીએમ તરીકે શપથ લીધા
2014માં લોકસભા હાર્યા, સીએમ તરીકે રાજીનામું આપ્યું
2015માં લાલુ યાદવ સાથે ગઠબંધન કરીને જીત્યા, સીએમ બન્યા
2017માં લાલુ સાથે છૂટા પડીને ભાજપ સાથે હાથ મીલાવ્યો
ભાજપ સાથે ગઠબંધન કરી છઠ્ઠી વખત સીએમ બન્યા
2020માં ભાજપ સાથે ગઠબંધન કરી જીત્યા, સીએમ તરીકે શપથ લેશે
ઉલ્લેખનીય છે કે, બિહારની ચૂંટણીમાં આ વખતે નીતિશ કુમારને જીત મળવી શરૂઆતી તબક્કામાં થોડી મુશ્કિલ દેખાઇ રહી હતી પરંતુ કહેવાય છે ને કે જો જીતા વહી સિકંદર. તેવુ જ કઇક આ ચૂંટણીમાં જોવા મળ્યુ છે. ચૂંટણી પહેલાની તેજસ્વી યાદવની રેલીઓમાં મોટી સંખ્યામાં જનતા જોવા મળી રહી હતી. તેનાથી વિપરીત નીતિશ કુમારની રેલીઓમાં ઓછી પબ્લિક જોવા મળી હતી. જો કે એ વાત પણ સાચી છે કે બિહારમાં જનતાએ મોટી સંખ્યામાં તેજસ્વી યાદવની પાર્ટી RJD ને વોટ આપ્યા હતા. બિહારનાં પરિણામોમાં આરજેડી સૌથી મોટો પક્ષ તરીકે સામે આવી છે.
