Bihar/ રાબડી દેવીનાં નિવાસસ્થાને યોજાઇ બેઠક, તેજસ્વી યાદવ પસંદ કરાયા…

ગુરુવારે પાટનગર પટનામાં રાબડી દેવીનાં નિવાસસ્થાને મહાગઠબંધનની બેઠક મળી હતી. આ બેઠકમાં 110 ધારાસભ્યોએ વિપક્ષનાં નેતા બનાવવાની સાથે સાથે મહાગઠબંધનનાં નેતાની પણ પસંદગી કરી તેજસ્વી યાદવનાં નામ પર મહોર લગાવી હતી. રાબડી દેવીનાં નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં આરજેડી સાથે કોંગ્રેસ અને ડાબેરી ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આરજેડી નેતાઓ સાથે પક્ષનાં રાજ્યસભાનાં સાંસદ અખિલેશ સિંહ, […]

India

ગુરુવારે પાટનગર પટનામાં રાબડી દેવીનાં નિવાસસ્થાને મહાગઠબંધનની બેઠક મળી હતી. આ બેઠકમાં 110 ધારાસભ્યોએ વિપક્ષનાં નેતા બનાવવાની સાથે સાથે મહાગઠબંધનનાં નેતાની પણ પસંદગી કરી તેજસ્વી યાદવનાં નામ પર મહોર લગાવી હતી.

રાબડી દેવીનાં નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં આરજેડી સાથે કોંગ્રેસ અને ડાબેરી ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આરજેડી નેતાઓ સાથે પક્ષનાં રાજ્યસભાનાં સાંસદ અખિલેશ સિંહ, બિહારનાં પ્રભારી સચિવ વિરેન્દ્રસિંહ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અગાઉ કોંગ્રેસનાં નવા ચૂંટાયેલા ધારાસભ્યો પટનાનાં પાર્ટી મુખ્યાલય સદાકત આશ્રમમાં પણ મળ્યા હતા. બેઠકમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ એકબીજાને મીઠાઇ ખવડાવી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે પાર્ટીનાં વરિષ્ઠ નેતાઓએ નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે પરામર્શ કર્યા હતા. મીટિંગ દરમિયાન નેતાઓનાં ચહેરા પર ઓછી બેઠકો હોવાને કારણે સરકાર નહીં બનાવી શકવાનો મલાલ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

બિહારની ત્રણ તબક્કાની 243 બેઠકો પર થયેલી ચૂંટણીમાં એનડીએને 125 બેઠકો મળી, જ્યારે મહાગઠબંધન 110 બેઠકો પર કડક લડત આપી શકી હતી. એનડીએનાં સાથી પક્ષોની વાત કરીએ તો ભાજપને 74 બેઠકો, જેડીયુ પાસે 43 બેઠકો મળી છે. સૌથી મોટી પાર્ટી આરજેડી સાબિત થઇ છે, જેને 75 બેઠકો મળી છે. કોંગ્રેસને 19 બેઠકો મળી છે અને ડાબેરી પક્ષોને કુલ 16 બેઠકો મળી છે.