ઉત્તરપ્રદેશ/ સ્કૂલમાં શિક્ષિકાએ વર્ગખંડની અંદર જ હિન્દુ વિધાર્થીઓને પ્રોત્સાહિત કરીને મુસ્લિમ વિધાર્થીને માર ખવડાવતા ખળભળાટ

મહિલા શિક્ષકે ક્લાસના હિન્દુ વિધાર્થીઓ ને મુસ્લિમ વિધાર્થી ને મારવાનુું કહેતા વિધાર્થીઓ તેમની સૂચના મુજબ મુસ્લિમ વિધાર્થીઓને માર મારી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે.

Top Stories India

યુપીના મુઝફ્ફરનગરમાં એક શરમજનક અને ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક મહિલા શિક્ષકે ક્લાસના હિન્દુ વિધાર્થીઓ ને મુસ્લિમ વિધાર્થી ને મારવાનુું કહેતા વિધાર્થીઓ તેમની સૂચના મુજબ મુસ્લિમ વિધાર્થીઓને માર મારી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે.   વીડિયો વાયરલ થયા બાદ તેને સાંપ્રદાયિક વળાંક પણ આપવામાં આવી રહ્યો છે. મામલાની નોંધ લેતા SSSPએ તપાસના આદેશ આપ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટે BSA પાસેથી શનિવાર સુધી રિપોર્ટ મંગાવ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી અહેવાલ નોંધાયો ન હતો. બીજી તરફ પીડિતાના પિતાએ આ મામલે કોઈ પગલાં લેવાનો ઈનકાર કર્યો હતો અને કહ્યું હતું કે બાળકનું નામ સ્કૂલમાંથી કઢાવી લેશે. આ વાત સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.

 

 

વાયરલ વીડિયો અનુસાર, મુઝફ્ફરનગરના મંસૂરપુર વિસ્તારના એક ગામમાં એક ખાનગી શાળાની મહિલા શિક્ષકે  વર્ગમાં મુસ્લિમ વિધાર્થીને અન્ય વિધાર્થીઓ દ્વારા મારવાનું કહી રહ્યા છે. જે બાળકને માર મારવામાં આવ્યો છે તે મુસ્લિમ  છે. મહિલા શિક્ષિકા પણ ચોક્કસ ધર્મ વિશે કેટલીક ટિપ્પણી કરતી જોવા મળે છે.વાયરલ વિડિયોમાં, શિક્ષકે પહેલા એક બાળકને કહ્યું…તેને માર…ત્યારબાદ તેણે બીજા બાળકને બોલાવીને તેને જોરથી મારવા કહ્યું. આ દરમિયાન શિક્ષક કોઈની સાથે વાત કરતી વખતે વાંધાજનક ટિપ્પણી કરતી જોવા મળી રહી છે.

એક યુઝરે મુઝફ્ફરનગર પોલીસને ટ્વિટર પર ટેગ કરીને વીડિયો પર કાર્યવાહીની માંગ કરી છે. આ પછી, રિટ્વીટ અને ટિપ્પણીઓનો ધસારો જોવા મળ્યો. થોડા કલાકોમાં, તેના હેશટેગ્સ પણ ટ્રેન્ડ કરવા લાગ્યા અને થોડી જ વારમાં આ વીડિયો દેશના ટોપ ટ્રેન્ડિંગ લિસ્ટમાં સામેલ થઈ ગયો.આ વીડિયો વાયરલ થતાં જ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ આ મામલાની નોંધ લીધી હતી અને તપાસના આદેશ આપ્યા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટ અરવિંદ મલ્લપા બંગારીએ શનિવાર સુધીમાં જિલ્લા મૂળભૂત શિક્ષણ અધિકારી પાસેથી સમગ્ર મામલાની રિપોર્ટ મંગાવી છે. BSA શુભમ શુક્લાએ શાહપુર બ્લોકના બ્લોક એજ્યુકેશન ઓફિસરને ગામમાં તપાસ માટે મોકલ્યા છે. SSP સંજીવ સુમને પોલીસ સ્ટેશન અને કાર્યક્ષેત્રના અધિકારીને તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.