કોરોનાકાળમાં સતત વાત થતી હોય છે કે, આ સમયમાં હોસ્પિટલ સ્ટાફ પોતાનો પૂરો સમય આપી દર્દીઓની સેવા કરી રહ્યા છે. તેમણે વડા પ્રધાન મોદીએ કોરોના વોરિયર્સ ગણાવ્યા છે. આ વચ્ચે હોસ્પિટલ અને ત્યા સેવા આપનાર પ્રત્યે ગર્વ થવો સ્વાભાવિક છે. પરંતુ આ વચ્ચે અમદાવાદમાં એક એવી ઘટના બની છે કે જેના કારણે હોસ્પિટલનાં સ્ટાફ પર સવાલો ઉભા થયા છે.
દેશમાં કોરોનાનાં કેસ 88 લાખને પાર, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ
રાજ્યનાં અમદાવાદ શહેરની વી એસ હોસ્પિટલની વાત કરવામાં આવી રહી છે. તે એકવાર ફરી વિવાદમાં આવી છે. નોંધનીય છે કે, વીએસનાં કોલ્ડ સ્ટોરેજમાંથી મૃતદેહ ગાયબ થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે 65 વર્ષીય મહિલાનું હાર્ટ એટેકથી મોત થયુ હતુ. ત્યારે બીજી તરફ આ મહિલાનાં પુત્ર કેનેડાથી આવતા માતાનાં મૃતદેહ લેવા વીએસ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારે આ જાણકારી મળતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો.
બંધ રેસ્ટોરન્ટમાં પૂજાનાં દીવાથી લાગી ભયાનક આગ, 1 નું મોત
આપને જણાવી દઇએ કે, વી.એસ હોસ્પિટલમાં 65 વર્ષીય મહિલાનું 11 તારીખનાં રોજ મોત થયુ હતુ. ત્યારે આ મૃતદેહને લેવા માટે મહિલાનું પુત્ર કેનેડાથી આવ્યો હતો, જે બાદ તેને જાણવા મળ્યુ કે, તેમની માતાનો મૃતદેહ હોસ્પિટલમાંથી ગાયબ થઇ ગયો છે. પરિવારજનોનો આરોપ છે કે મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાંથી ગાયબ થયો છે. ઘટનાની જાણ થતા એલિસબ્રિજ પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.
