સાળંગપુર ગામનાં શ્રી કષ્ટભંજન દેવની કૃપાથી ભક્તો ઉપર નવલા વરસાદની જેમ વરસી રહી છે. તેમજ જેથી જ દાદા નાં ભક્તો દાદાને પોતાનું જીવન માની રહ્યા છે. ભક્તો કહ્યું છે કે, “ હનુમાનજી એ અમારું જીવન છે, અને અમારા જીવનનો સાર પણ છે“.સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીને આજે સોનાના વસ્ત્રો અર્પણ કરવામાં આવ્યા છે. આ આભૂષણો 6.50 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે. સંતો દ્રારા આ અદ્ભુત વસ્ત્રો આજે અર્પણ કરવામાં આવ્યા છે.
હનુમાનજીને સોનાના વાઘા એ દાદાનાં ભક્તોની ભક્તિ છે, અને સમર્પણ છે. સુવર્ણવાઘા એ કોઈ ખર્ચ નથી આ તો પુણ્ય તેમજ ખુશીની કમાણી છે. “ત્વદીયમસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયતે”
હનુમાનજીને આજે રોજ બપોરે 12 કલાકે વાઘા ધરાવવામાં આવશે અને ત્યાર બાદ સમૂહયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 8 કિલો સુવર્ણ જડિત આ વસ્ત્રો સંતો દ્રારા અર્પણ કરવામાં અ આવ્યા ત્યારે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વડતાલ સ્વામીનારાયણ મંદિરના ગાદીપતિ રાકેશપ્રસાદ મહારાજ સહીત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સાળંગપુર મંદિરને આ વાઘા વડતાલ મંદિરના પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદ સહિત મહંત પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી તથા હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા અર્પણ કરવામાં આવ્યા છે.

વડતાલનાં પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 જેટલા આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ એવાં મહંત પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામીનાં આશીર્વાદ દ્વારા તેમજ પરમ પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીનાં રૂડા સંકલ્પ દ્વારા આ તૈયાર કરવામાં આવેલ સુવર્ણ વાઘા રૂપી ભક્તિને અર્પણ કરતાં ખુબ જ આનંદની લાગણી અનુભવી છે. સોનાના વાઘાનું સમગ્ર કામ સાળંગપુર મંદિરનાં કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીની દેખરેખ નીચે થયું છે.
સાળંગપુરમાં દિવાળીનાં તહેવાર નિમિત્તે અન્નકૂટ બાદ કષ્ટભંજન દેવને સોના તેમજ હીરાજડિત વાઘા પહેરાવ્યા છે. ભગવાનને પહેરાવેલ આ સોના તેમજ હીરાજડિત વાઘા 8 kg સોનામાંથી તૈયાર થયા છે, આ વાઘાની કિંમત 6.25 કરોડ જેટલા રૂપિયા છે, તેની સાથે જ શ્રીકષ્ટભંજન દેવનાં મુગટ તેમજ કુંડળમાં રિયલ ડાયમંડ લગાવ્યા છે, તેની કિંમત લગભગ 1 કરોડ જેટલા રૂપિયા છે.
ભગવાનને પહેરાવવામાં આવનાર આ વસ્ત્રો 8 કિલો સોના માંથી તૈયાર કરવામાં આવ્યા છે. મુગટમાં રીયલ ડાયમંડ લગાવવામાં આવ્યા છે.
છેલ્લા એક વર્ષથી સુવર્ણવાઘાનું કમ ચાલતું હતું અને 100 જેટલા સોનીઓએ મળીને અ અદ્ભુત વસ્ત્રો તૈયાર કર્યા છે.
વાઘામાં 3D વર્ક ઉપરાંત મીણાનું વર્ક પણ કરવામાં આવ્યું છે. અને મોરની ડીઝાઇન બનાવવામાં આવી છે.
