એન્ટિવાયરસ સોફ્ટવેર કંપની McAfee નાં સ્થાપક જ્હોન મેકેેફીનો મૃતદેહ બુધવારે એક સ્પેનિશ જેલમાં મળી આવ્યો હતો. જેલનાં અધિકારીનાં જણાવ્યા મુજબ, કોર્ટે મેકાફીનાં અમેરિકાનાં પ્રત્યાર્પણની મંજૂરી આપ્યાનાં થોડા સમય બાદ જ તેમના મૃતદેહ તેમની બેરેકમાં મળી આવ્યો હતો. મેકાફી પર અમેરિકામાં કરચોરીનો આરોપ છે. જેલનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 75 વર્ષીય મેકાફીએ આત્મહત્યા કરી છે. જો કે પ્રવક્તાએ બીજી કોઈ માહિતી આપી ન હોતી.
ભક્તિમય વાતાવરણ / અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા, માત્ર ગણતરીનાં લોકો જળયાત્રામાં જોડાયા
સ્પેનમાં એક જેલમાં સજા ભોગવી રહેલા એન્ટિવાયરસ સોફ્ટવેર કંપનીનાં ફાઉન્ડર જ્હોન મેકાફી બુધવારે મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેલનાં અધિકારીએ આ માહિતી આપી હતી. આ ઘટનાનાં થોડા સમય પહેલા જ કોર્ટે તેના અમેરિકાનાં પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી જ્યાં કરચોરીનાં કેસમાં તે વોન્ટેડ છે. કેટાલોનીયામાં જેલ પ્રણાલીની મહિલા પ્રવક્તાએ જણાવ્યું કે, “75 વર્ષિય મેકાફીએ જેલમાં આત્મહત્યા કરી લીધી.” મેકાફી 1987 માં વિશ્વની પ્રથમ કોમર્શિયલ એન્ટિવાયરસ લોન્ચ કરતા પહેલા નાસા, ઝિરોક્સ, લોકહિડ માર્ટિન જેવા સંગઠનો સાથે કામ કરી ચૂક્યા છે. તેમણે 2011 માં તેમની સોફ્ટવેર કંપની ઇન્ટેલને વેચી દીધી હતી અને હવે તે આ વ્યવસાય સાથે સંકળાયેલા નથી. તેમ છતાં તેમનું નામ હજી પણ સોફ્ટવેર સાથે સંકળાયેલું છે અને તેમના વિશ્વભરમાં 500 મિલિયન યુઝર્સ છે.
મોનસૂન / વરસાદને લઇને આવ્યા ખરાબ સમાચાર, આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે
ઓક્ટોબર 2020 માં મેકાફીની બાર્સિલોનાં એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે તે ઈસ્તાંબુલની ફ્લાઇટ લેવાના હતા અને ત્યારથી તે સ્પેનની જેલમાં બંધ હતા. મેકાફી પર આરોપ છે કે, કરોડોની કમાણી છતા તેમણે 2014 થી 2018 ની વચ્ચે જાણી જોઇએ ટેક્સ રિટર્ન ફાઇલ કરી નહોતી. જો મેકાફીને દોષી ઠેરવવામાં આવ્યા હોત, તો તેણે ઓછામાં ઓછા 30 વર્ષ જેલમાં પસાર કરવા પડતા. તો શું આ જ કારણથી તેમણે આત્મહત્યા કરી દીધી છે? આ સવાલ ઉભો થઇ રહ્યો છે, જો કે હાલમાં કઇં પણ કહેવુ ઉતાવળ રહેશે.

