જીવલેણ હુમલો/ હાઈકોર્ટના વકીલ પર જીવલેણ હુમલો, અજાણ્યા શખ્સોએ ઢસડીને ઢોર માર માર્યો

યોગેશ રતનપરાને ટોળાંએ બેરહંમીપુર્વક ઢસડ્યા હતા અને માર માર્યો હતો. આ ઘટનાને કારણે ગામના લોકો દોડી આવ્યા હતા. લોહીલુહાણ થયેલા યોગેશ રતનપરને સારવાર માટે કેશોદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા

Top Stories Gujarat Others

@ ચેતન પરમાર (જુનાગઢ)

ગાંધીનગર ખાતે રહેતા અને ગુજરાત હાઈકોર્ટમાં વકીલાતની પ્રેક્ટીસ કરતા એડવોકેટ યોગેશ અમ્રુતલાલ રતનપરા પર જીવલેણ હુમલાની ઘટના બની છે.ગાંધીનગર  ખાતે રહેતા એડવોકેટ યોગેશ રતનપરા દિપાલવી પર્વની ઉજવણી કરવા માટે પરિવારજનો સાથે કેશોદના અજાબ ગામમાં આવ્યા હતા.

કેશોદના અજાબગામના મુળ વતની યોગેશ રતનપરા તેમની કાર લઈને  પરિવારજનો, સગા સંબંધીઓ ને મળવા અને દિપાવલીપર્વની ઉજવણી કરવા આવ્યા હતા. તેમણે તેમની કાર અજાબગામના એક સ્થળ પર પાર્ક કરી હતી. આ દરમિયાન એક અજાણ્યા શખ્સ સાથે કાર પાર્કિંગ કરવા બાબતે ઝઘડો થયો હતો. જે શખસે બુમરાડ મચાવી અન્ય લોકોને પણ ઘટના સ્થળે બોલાવી લીધા હતા.

યોગેશ રતનપરા કઈંપણ સમજે કે વિચારે તે પહેલાં જ ટોળાએ યોગેશ રતનપરા પર હુમલો કર્યો હતો. યોગેશ રતનપરાને ટોળાંએ બેરહંમીપુર્વક ઢસડ્યા હતા અને માર માર્યો હતો. આ ઘટનાને કારણે ગામના લોકો દોડી આવ્યા હતા. લોહીલુહાણ થયેલા યોગેશ રતનપરને સારવાર માટે કેશોદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. આ ઘટનાની જાણ થતાં કેશોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

ગોવર્ધન પર્વત / આ પર્વતની ઉંચાઈ દરરોજ કેમ ઓછી થઈ રહી છે? આ વાર્તામાં છુપાયેલ…

યોગેશ રતનપરાનું નિવેદન નોંધી અજાણ્યા શખસોના ટોળાં સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. પરિવારજનો સાથે દિપાવલીપર્વની ઉજવણી કરવા આવેલા હાઈકોર્ટના એડવોકેટ પર હુમલાની ઘટનાએ સનસનાટી મચાવી દીધી હતી. પોલીસે હુમલાખોરોને શોધવા માટે સીસીટીવી કેમેરાના ફુટેજ શોધવાની તજવીજ હાથ ધરી છે. યોગેશ રતનપરાએ આક્ષેપ કર્યા હતા કે આશરે અજાણ્યા શખસોના ટોળાંએ હુમલો કર્યો હતો. હુમલાખોરો અજાબ ગામના જ હોવાની પણ શંકા વ્યક્ત કરી હતી.

#Ajab_Gajab / દુબઇમાં ભારતીય દંપતીએ કર્યા અનોખી રીતે, મહેમાનો આ રીતે સમારો…

અજાણ્યા શખસોએ યોગેશ રતનપરાની કારના કાચ પણ તોડી નાખ્યા હતા. હુલાખોરો નશાયુક્ત હાલતમાં હોવાના પણ આક્ષેપો કરાયા હતા. આ ઘટનાને કારણે ભારે વિવાદો સર્જાયા હતા. જેના કારણે જુનાગઢ જીલ્લા એસપી રવિતેજા વાસમ શેટ્ટીએ કેશોદ પોલીસને આ ઘટના અંગે પુરેપુરી તપાસ કરી પુરાવા મેળવ્યા બાદ જ ગુનો નોંધવા સુચના આપી હોવાનું બીન સત્તાવાર રીતે સુત્રોએ મંતવ્ય ન્યૂઝ ને જણાવ્યું હતું. કેશોદ પોલીસે યોગેશ રતનપરાએ કરેલા આક્ષેપો અંગે તપાસ શરુ કરી છે, ઉપરાંત હુમલો કરનાર શખસોને શોધી કાઢવા માટે પુછપરછનો દોર શરુ કર્યો છે.