AIIMS ને લઈ મહત્વપૂર્ણ બેઠક રાજકોટમાં મળશે તેવી મહત્વની વિગતો સામે આવી રહી છે. આગામી દિવસોમાં એટલે કે, નવરાત્રી બાદ રાજકોટ AIIMSને લઇને બેઠક યોજવામાં આવશે. નવરાત્રી સુધીમાં રાજકોટ AIIMSનું બિલ્ડિંગ બનાવવાનું નિર્માણ કાર્ય શરૂ થશે અને 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકોટ AIIMSનું લોકાર્પણ કરવામાં આવશે. રાજકોટ AIIMS માટેનાં તમામ પેપર વર્કની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે અને કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ ચાલુ પણ થઇ ચૂક્યું છે તે વાત વિદિત છે. ત્યારે નિર્માણ કાર્ય માટે કોન્ટ્રાક્ટરને સમય મર્યાદા પણ અપાઇ છે. આપને જણાવી દઇએ કે, કોન્ટ્રાક્ટરને 22 મહિનાની સમય મર્યાદા અપાઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
