આરાધ્યા બચ્ચન પરિવારની લાડલી દીકરી છે. 2007 માં અભિષેક અને ઐશ્વર્યા રાયના લગ્ન થયા હતા. આરાધ્યાનો જન્મ 2011 માં થયો હતો. આરાધ્યા સૌથી લોકપ્રિય સ્ટારકીડ્સમાં શામેલ છે. અભિષેક અને ઐશ્વર્યા આરાધ્યાના ફોટા સોશ્યલ મીડિયા પર શેર કરે છે.
બોલિવૂડ કપલ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની પુત્રી આરાધ્યા સોમવારે તેમનો 9 મો જન્મદિવસ ઉજવશે. પરંતુ કોરોનાના કહેરને લઈને બચ્ચન પરિવાર તેમની લાડલી પુત્રીના જન્મદિવસની પાર્ટીને ખાનગી રાહે યોજવાનું નક્કી કર્યું છે.
આરાધ્યાનો જન્મદિવસ ધૂમધામથી નહીં ઉજવાય!
16 નવેમ્બરના રોજ આરાધ્યાનો 9 મો જન્મદિવસ ઉજવવામાં આવશે. આ વર્ષે આરાધ્યાના જન્મદિવસની પાર્ટીમાં ભવ્ય નહીં પણ ખાનગી રહે ઉજવણી થશે. આ પાર્ટીમાં ફક્ત નજીકના લોકો જ હાજર રહેશે. સ્ટાર કપલે પુત્રીના જન્મદિવસ પર કેક કાપવાની યોજના બનાવી છે. સુત્રોના જણાવ્યા મુજબ, આ વર્ષે બોલીવુડની તમામ ઉજવણી મોટાભાગે ખાનગી રહે ઓછા લોકોની હાજરીમાં ઉજવાઈ છે. આરાધ્યાના જન્મદિવસની ઉજવણી પણ ભવ્ય નહીં થાય. વર્તમાન પરિસ્થિતિમાં, કોઈપણ પ્રકારની ભવ્ય પાર્ટીનું હોસ્ટિંગ શક્ય નથી.
https://www.instagram.com/p/CHD0tv7JHcz/?utm_source=ig_embed
અગાઉ અભિષેક અને ઐશ્વર્યા આરાધ્યાનો જન્મદિવસ ખૂબ ધામધૂમ સાથે ઉજવતા આવ્યા છે. થીમ પાર્ટીનું આયોજન કરતા હતા. બોલિવૂડ સ્ટારકીડ્સ આરાધ્યાના જન્મદિવસ પર ભાગ લેતા હતા. પરંતુ આ વખતે આવું કોઈ આયોજ કરવામાં આવશે નહી. તેમ છતાં, આ દંપતી આરાધ્યાના જન્મદિવસને તેમના તરફથી વિશેષ બનાવવા માટે પ્રયત્ન કરશે.
