વડોદરા અકસ્માત પર રાહુલ ગાંધીનું ટ્વીટ
ટ્વીટ કરી મૃતકોને આપી શ્રદ્ધાંજલિ
કોંગ્રેસના કાર્યકર્તાઓને જરૂરી મદદ કરવા કરી અપીલ
વડોદરાના વાઘોડિયા ચોકડી બ્રીજ નજીક ગમ્ખવાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 11 જેટલા લોકોના મોત થયા છે. વહેલી સવારે ટેમ્પો અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માત બાદ પીએમ મોદી, સીએમ રૂપાણી, અમિત શાહ બાદ હવે રાહુલ ગાંધીએ ટ્વીટ કરી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે અને સાથે સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓને જરૂરી મદદ કરવા અપીલ પણ કરી છે.

સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના વરાછા વિસ્તારમાં રહેતો આહીર પરિવાર નવા વર્ષની રજામાં પાવાગઢની મા કાળીના દર્શને જવા નીકળ્યો હતો. આહીર પરિવારના 20 થી 25 લોકો આઈસર ટેમ્પોમાં સવાર થઈને નીકળ્યા હતા. પાવગઢથી તેઓ વડતાલ અને ત્યાંથી પોતાના વતન જવાના હતા. આ પરિવારના મોટાભાગના લોકો લોકો હીરા ઘસવાનું કામ કરે છે. વડોદરાની વાઘોડિયા ચોકડી પાસે આ આઈસર ટેમ્પો ટ્રેલર સાથે અથડાયો હતો. જેમાં પરિવારના 11 લોકોના મોત નિજ્યા છે
