એક બાજી ગુજરાતમાં બુધવારના દિવસે અકસ્માતની ઘટનાઓની વણઝાર લાગી છે અને આ ઘટનાઓનો ગુંજ દિલ્હી સુધી પડી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા ખુશબુ સુંદરની ગાડી માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે, જો કે આ ઘટનામાં ભાજપ નેતા ખુશબુ સુંદરનો આબાદ બચાવ થયો છે.
મળતા અહેવાલ મુજબ, ખુશબુ સુંદરની ગાડી તમિલનાડુના મેલમરુવથુર પાસે માર્ગ અકસ્માતનો શિકાર થઈ ગઈ હતી, જેમાં તેમના ગાડીને ટેન્કરે ટક્કર મારી દીધી. જો કે ખુશબુ સુંદરનો આ દૂર્ઘટનામાં બચાવ થયો છે અને તેમને કોઈ પણ પ્રકારની ઈજા થઈ નથી. પોલિસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે.
પોલિસે જણાવ્યુ કે ખુશબુની ગાડી કન્ટેનર સાથે ટકરાઈ ગઈ હતી ત્યારબાદ કન્ટેનરના ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. આ દૂર્ઘટના ચેન્નઈથી 97 કિલોમીટર દૂર કાંચિપુરમમાં થઈ છે. ખુશબુ કુડ્ડુલોર એક વિજય માર્ચમાં શામેલ થવા જઈ રહ્યા હતા.
