Curfew/ અમદાવાદમાં લાગુ કરાયેલા કરફ્યુમાં ST સેવા પર પ્રતિબંધ, આ દિવસ સુધી બસો રહેશે બંધ

દિવાળીના તહેવારોમાં લોકો બેજવાબદાર બનીને શોપિંગ કરવા નીકળ્યા હતા અને ત્યારબાદ હવે શહેરમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. શહેરની મોટા ભાગની હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ છે,

Top Stories Ahmedabad Gujarat

દિવાળીના તહેવારોમાં લોકો બેજવાબદાર બનીને શોપિંગ કરવા નીકળ્યા હતા અને ત્યારબાદ હવે શહેરમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. શહેરની મોટા ભાગની હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ છે, ત્યારે અમદાવાદમાં આજે રાત્રે નવ વાગ્યાથી સોમવારે સવારે છ વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે, જેમાં દૂધ, દવા, મેડિકલ ઈમરજંસી સહિતની સેવાઓ ચાલુ રહેશે.

સરકારના આ નિર્ણય બાદ હવે શહેરમાં આજે રાતથી સોમવાર સવાર સુધી ST બસની સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. રાત્રે નવ વાગ્યા શહેરમાં પછી ST બસના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તો બીજી બાજુ અન્ય જિલ્લાઓની બસોને બાયપાસ કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી અમદાવાદમાં રાતે ઉપડતી આશરે ૩૦૦થી વધુ જેટલી બસો બંધ રાખવાનો નિર્ણય એસટી વિભાગે લીધો છે.

તમને જણાવી દઈએ કે, દિવાળીના તહેવારો બાદ અમદાવાદમાં જે પ્રકારે કોરોનાના કેસો વધી રહ્યા છે, જેના કારણે શહેરમાં કર્ફ્યું લાગુ કરવું જરૂરી બન્યું હતું અને આ તકેદારીના ભાગરૂપે સરકાર દ્વારા આ મોટો નિર્ણય લેવાયો છે.