Restrictions/ દિલ્હીથી ગભરાયુ મહારાષ્ટ્ર, કોરોનાનો કહેર રોકવા લગાવી શકે છે આવા પ્રતિબંધો

દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં વધુ એકવાર ચિંતાજનક 7500થી વધુ નવા કેસ ઉમેરાયા છે. દિલ્હીમાં કુલ કેસનો આંક હવે 5.10 લાખને ક્રોસ કરી ગયો છે. દિલ્હીમાં કોરોના બેકાબૂ જોવામાં આવી રહ્યો છે.

India
  • મુંબઇ-દિલ્હી વચ્ચે બંધ થઇ શકે ટ્રેન-વિમાની સેવા
  • વિચારણા બાદ લેવાઇ શકે છે મોટો નિર્ણય
  • કોરોના સંકટ વચ્ચે મહારાષ્ટ્ર સરકાર લઇ શકે નિર્ણય
  • આગામી સમયમાં થઇ શકે છે સત્તાવાર જાહેરાત
  • દિલ્હીમાં કોરોના બેકાબૂ થતાં લેવાઇ શકે છે નિર્ણય

દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં વધુ એકવાર ચિંતાજનક 7500થી વધુ નવા કેસ ઉમેરાયા છે. દિલ્હીમાં કુલ કેસનો આંક હવે 5.10 લાખને ક્રોસ કરી ગયો છે. દિલ્હીમાં કોરોના બેકાબૂ જોવામાં આવી રહ્યો છે. કોરોનાનાં કેસમાં રેકોર્ડબ્રેક વધારો થઈ રહ્યો છે. બસ આજ કારણ છે કે દેશની આર્થિક રાજધાની મુંબઇ, દિલ્હીથી ગભરાયેલી જોવામાં આવી રહી છે. અને ગભરાયેલ મહારાષ્ટ્ર સરકારે દિલ્હી અને મુંબઇ વચ્ચે વિમાન અને ટ્રેન સેવા બંધ કરવા પર વિચાર કરી રહી છે. મહારાષ્ટ્ર સરકાર આ વિષયમાં જ ટૂંક સમયમાં મોટો નિર્ણય કરી શકે છે.

આ પણ વાંચો:- cuation / WHO એ રિમડેસિવીર વિશે ચેતવણી આપી, કહ્યું – દર્દીઓની …

દિલ્હીમાં કોરોનાના વધતા કેસ બાદ છેલ્લા બે દિવસથી મુંબઇમાં પણ રોજના મળતા કોરોના પોઝિટિવ કેસમાં વધારો થયો છે. જેનાથી ચિંતિત રાજ્ય સરકાર સંક્રમણની ચેન તોડવા માટે પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહી છે. ગુરૂવારના મુંબઇમાં થયેલી મિટિંગમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ પ્રસ્તાવને મંજૂરી આપી છે. હવે તમામ એજન્સિઓ સાથે વાત કરી તેના પર નિર્ણય લીધા બાદ આદેશ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો:-  Terror Attack / નાગરોટામાં જૈશનાં આતંકીઓ ઠાર કરયા બાદ PMએ કહ્યું – પાય…

આ ઉપરાંત બીએમસીએ મુંબઇમાં તમામ સ્કૂલોને 31 ડિસેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. પહેલા 23 નવેમ્બરથી ધોરણ 9થી ધોરણ 12 સુધીના વર્ગો શરૂ થવાના હતા. પરંતુ કોવિડની બીજી લહેર શરૂ થવાની આશંકા અને સાવધાનીને લઇ તેને થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી છે. આ સંબંધમાં બીએમસી ટૂંક સમયમાં નવો આદેશ જાહેર કરશે.