અયોધ્યાના રામ મંદિર બાબરી મસ્જિદ ટાઇટલ વિવાદ મામલામાં સુપ્રીમ કોર્ટે ૧૧મી ઓગસ્ટથી સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટના ત્રણ જજની ખાસ બેંચ આ મામલાની સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટ ગયા મહિનાની ૨૧મી તારીખના દિવસે કહી ચુકી છે કે તે અયોધ્યાના રામ મંદિર બાબરી મસ્જિદ ટાઇટલ વિવાદ મામલામાં અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાની સામે દાખલ કરવામાં આવેલી અરજી ઉપર વહેલીતકે સુનાવણીના સંદર્ભમાં નિર્ણય લેશે. આ અગાઉ સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરનાર ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ મામલાને ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, અયોધ્યાના ટાઇટલ વિવાદ મામલાની વહેલીતકે સુનાવણી થવી જોઇએ. તે વખતે ચીફ જસ્ટિસ જેએસ ખેહરના નેતૃત્વવાળી બેંચે કહ્યું હતું કે, અમે વહેલીતકે સુનાવણીના મુદ્દા ઉપર નિર્ણય લઇશું. સુપ્રીમ કોર્ટ એડિશનલ રજિસ્ટ્રાર તરફથી જારી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, મામલાની સુનાવણી ૧૧મી ઓગસ્ટના દિવસે બે વાગે હાથ ધરાશે. સુપ્રીમ કોર્ટની સામે મામલો ઉઠાવતા ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાની સામે જે અપીલ છે તે છેલ્લા સાત વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. આ મામલામાં વહેલીતકે સુનાવણીની જરૂર છે.
Not Set/
અયોધ્યાના રામ મંદિર બાબરી મસ્જિદ ટાઇટલ વિવાદ મામલે ૧૧મી ઓગસ્ટથી સુનાવણી
અયોધ્યાના રામ મંદિર બાબરી મસ્જિદ ટાઇટલ વિવાદ મામલામાં સુપ્રીમ કોર્ટે ૧૧મી ઓગસ્ટથી સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટના ત્રણ જજની ખાસ બેંચ આ મામલાની સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટ ગયા મહિનાની ૨૧મી તારીખના દિવસે કહી ચુકી છે કે તે અયોધ્યાના રામ મંદિર બાબરી મસ્જિદ ટાઇટલ વિવાદ મામલામાં અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાની સામે દાખલ કરવામાં આવેલી અરજી […]
