ચેન્નાઈ કોર્ટમાં ચાલેલા એક કેસમાં રેપનો ખોટો આરોપ લગાવ્યો હોવાનું સામે આવ્યા બાદ કહેવાતી પીડિતાને કોર્ટ દ્વારા યુવકને 15 લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ આપ્યો છે. આ વ્યક્તિ પર કોલેજની એક વિદ્યાર્થીએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આ પછી, તેની ઉપર લગભગ સાત વર્ષ કેસ ચાલ્યો હતો.
માધ્યમોનાં સમાચાર મુજબ બળાત્કાર પીડિતાના ડીએનએ ટેસ્ટથી સાબિત થયું કે, તે યુવન આરોપી નથી. ત્યારબાદ યુવકે વળતર માટે દાવો માંડ્યો હતો અને કહ્યું હતું કે, બળાત્કારના ખોટા આરોપથી તેની કારકિર્દી અને જીવન બરબાદ થઈ ગયું છે. આંશિક રીતે તેની અરજીને મંજૂરી આપતા કોર્ટે ભોગ બનનારને વળતર તરીકે 15 લાખ રૂપિયા આપવાનો યુવતીને આદેશ આપ્યો છે. કોર્ટે આ વળતરની રકમ મહિલા અને તેના માતા-પિતાને ખોટી ફરિયાદ નોંધાવવાના બદલામાં આપવા નિર્દેશ આપ્યો છે.
પીડિતા યુવક સંતોષે આ કેસમાં બળાત્કારના આરોપી યુવતી, તેના માતાપિતા અને સચિવાલય કોલોની પોલીસ ઇન્સ્પેક્ટર પાસેથી વળતર તરીકે 30 લાખ રૂપિયાની માંગ કરી હતી. સંતોષના વકીલ એ સિરાજુદ્દીને કહ્યું હતું કે તેના અસીલનો પરિવાર અને મહિલાનો પરિવાર પડોશી છે. તેઓ એક જ સમુદાયના હતા, પરિવારોમાં સમજૂતી હતી કે સંતોષ તે સ્ત્રી સાથે લગ્ન કરશે. જોકે બાદમાં સંપત્તિના વિવાદ બાદ પરિવાર છૂટો પડી ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
