કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું છે. અહેમદ પટેલ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા. અહેમદ પટેલના નિધન પર સોનિયા ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમને અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે- મે એક અપરિવર્તનીય કોમરેડ, એક વફાદાર સહયોગી અને એક દોસ્તને ગુમાવ્યા છે.
સોનિયાએ લખ્યું- અહેમદ પટેલના રૂપમાં મે એક સહયોગીને ગુમાવી દીધો છે, જેનુ આખુ જીવન કોંગ્રેસ પાર્ટીને સમર્પિત હતુ, તેની ઇમાનદારી અને સમર્પણ, પોતાના કર્તવ્ય પ્રત્યે તેની પ્રતિબદ્ધતા, તે હંમેશા મદદ કરવા માટે તૈયાર રહેતા હતા. તેની ઉદારતા દુર્લભ ગુણ હતા, જે તેને બીજા કરતા અલગ કરતા હતા.
Congress President Smt Sonia Gandhi’s condolence message on the demise of Shri Ahmed Patel. pic.twitter.com/JiOwjr3j1n
— Congress (@INCIndia) November 25, 2020
આ પણ વાંચો : અહેમદ યુગનો અંત, કોરોનાનો કોંગ્રેસને કારમો ઝટકો, દિગ્ગજ નેતા અહેમદ પટેલનું અવસાન
એક વિશ્વાસુ સાથી, મિત્ર અને કયારેય ખોટ ન પૂરાય તેવા માર્ગદર્શક મેં ગુમાવ્યા છે. એમના પરિવાર માટે દુ:ખ અનુભવું છું અને તેમને સાંત્વના પાઠવું છું.
આ પણ વાંચો : શું અહેમદ પટેલની ઈચ્છા પ્રમાણે થશે તેમના પૈતૃક ગામે અંતિમવિધિ?
આપને જણાવી દઈએ કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું નિધન થયું છે. અહેમદ પટેલને એક મહિના પહેલા કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા.આ પછી તેમની સારવાર ચાલી રહી હતી. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ટ્વીટ કર્યું હતું કે તેના પિતા અહેમદ પટેલનું આજે સવારે 3.30. કલાકે અવસાન થયું છે.
