- આં.રા. હવાઈયાત્રા પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ
- DGCA દ્વારા પ્રતિબંધ વધુ લંબાવવાનો નિર્ણય
- ભારતમાં 23 માર્ચથી આંતરરાષ્ટ્રીય ઉડાન પર છે પ્રતિબંધ
- વંદે ભારત મિશનની ખાસ ફ્લાઈટો ચાલુ રહેશે
- એર બબલ ફ્લાઇટોને ખાસ મંજૂરી લેવી પડશે
- ભારતની અંદાજે 18 દેશો સાથે એર બબલ સમજૂતી
દુનિયામાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. દેશમાં કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને DGCA દ્વારા આંતરરાષ્ટ્રીય ઉડાન વિશે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. DGCA વિભાગે આંતરરાષ્ટ્રીય હવાઈયાત્રા પરના પ્રતિબંધને 31 ડિસેમ્બર સુધી લંબાવી દીધો છે. હવે દેશમાં 31 ડિસેમ્બર સુધી કોઈ કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ભારત બહાર જશે નહીં, તો સાથે સાથે બહારથી ભારતમાં પણ આવશે નહીં. જો કે, આ દરમિયાન વંદે ભારત મિશન અંતર્ગત ચાલતી ખાસ ફ્લાઈટો ચાલુ રહેશે.
ઉલ્લેખનીય છે કે, પહેલાં DGCA દ્વારા ઈન્ટરનેશનલ ફ્લાઈટ પરનો પ્રતિબંધ 30 નવેમ્બર સુધી વધારવામાં આવ્યો હતો. દેશમાં કોરોના મહામારીનું સંકટ હજી પણ ચાલુ છે. આ વર્ષે 23 માર્ચથી કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ઉડાન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે ડોમેસ્ટિક ફ્લાઈટની સેવાઓને પણ બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ 25 મેથી ડોમેસ્ટિક ફ્લાઈટની સેવા ફરી શરૂ કરી દેવામાં આવી હતી.
20 લાખથી વધારે ભારતીયોને વિદેશમાંથી પરત લાવવામાં આવ્યા તે વંદે ભારત મિશન અંતર્ગતની તમામ ફ્લાઇટો રાબેતા મુજબ જ કાર્યરત રહેશે. આપને જણાવી દઇએ કે, કોરોના વાઈરસ મહામારીની ધ્યાનમાં રાખીને ભારતમાં 23 માર્ચથી આંતરરાષ્ટ્રીય ઉડાન બંધ કરી દેવામાં આવી છે. મેથી વંદે ભારત મિશન અંતર્ગત અને જુલાઈથી દ્વીપક્ષીય એર બબલ વ્યવસ્થા અંતર્ગત અમુક ખાસ આંતરરાષ્ટ્રીય ઉડાન ચાલુ રાખવામાં આવી છે. ભારતે અંદાજે 18 દેશો સાથે એર બબલ સમજૂતી કરી છે. દેશમાં ડોમેસ્ટેકિ ફ્લાઈટ અંદાજે 2 મહિના સુધી બંધ રહ્યા પછી 25 મેથી ફરી શરૂ કરવામાં આવી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
