Ayodhya/ દેશભરમાં રામ મંદિર નિર્માણ હેતુ નિધિસંગ્રહ અભિયાન જાણો ક્યારે થશે શરૂ

દેશમાં વસતા હિન્દુઓની આસ્થા સમાન રામમંદિર નિર્માણ કાર્યનું ભૂમિપૂજન વડાપધાનનાં હસ્તે થયા બાદ નિર્માણકાર્યમાં ગતિ આવી છે. ત્યારે રામમંદિર નિર્માણ હેતુ ધનરાશિ એકત્ર કરવા ગુજરાત સહિત દેશભરમાં નિધિસંગ્રહ અભિયાનનો આરંભ થશે…

Top Stories India

@અરૂણ શાહ, મંતવ્યન્યૂઝ

દેશમાં વસતા હિન્દુઓની આસ્થા સમાન રામમંદિર નિર્માણ કાર્યનું ભૂમિપૂજન વડાપધાનનાં હસ્તે થયા બાદ નિર્માણકાર્યમાં ગતિ આવી છે. ત્યારે રામમંદિર નિર્માણ હેતુ ધનરાશિ એકત્ર કરવા ગુજરાત સહિત દેશભરમાં નિધિસંગ્રહ અભિયાનનો આરંભ થશે. ઉત્તરાયણપર્વ મકરસંક્રાંતિ 14 જન્યુઆરીથી ફેબ્રુઆરી-2021 સુધી અભિયાન યોજવાનો નિર્ણય રામજન્મભૂમિ મંદિર નિર્માણ સમિતિએ કર્યો છે.

દેશભરનાં હિંદુઓ માટે આસ્થાનાં કેન્દ્ર સમાન રામમંદિર નિર્માણનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે સંપન્ન થયો હતો. ત્યારબાદ હવે રામમંદિર નિર્માણનું કાર્ય રોકેટગતિએ આગળ વધી રહ્યું છે ત્યારે રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા દેશનાં 4 લાખ ગામોમાંથી 11 કરોડ હિન્દુ પરિવાર પાસે મંદિર નિર્માણ હેતુ દાન લેવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આગામી મકરસંક્રાંતિ પર્વ 14 જાન્યુઆરીથી માધોપૂર્ણિમા 27 ફેબ્રુઆરી દરમિયાન વિશ્વહિંદુ પરિષદનાં નેજા હેઠળ વ્યાપક નિધિસંગ્રહ અભિયાન શરૂ કરવામાં આવશે. અભિયાનમાં તમામ ધાર્મિક સંસ્થા, મઠમંદિર, રાષ્ટ્રીયસ્વયંસેવક સંઘ અને વિચારક્ષેત્રની તમામ સંસ્થા સામેલ થશે.

ગુજરાતમાં આ સમગ્ર અભિયાન મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજ-જગન્નાથજી મંદિરનાં મહંત સહિતનાં અનેક મહંતનાં સહકારથી શરૂ થશે. અભિયાનનાં પ્રારંભ પૂર્વે ઉત્તર ગુજરાત પ્રાંત કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉત્તરગુજરાત પ્રાંતનાં 5 હજાર થી વધુ ગામનાં 33 લાખ હિન્દુ પરિવાર રામમંદિર નિર્માણ અભિયાનમાં સામેલ થવાનો લક્ષાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. નિધિસંગ્રહ અભિયાનમાં મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજ ઉપરાંત મહંત શાસ્ત્રી નિર્ગુણસ્વામી-સ્વામીનારાયણ મંદિર-કાળુપુર, દિલીપ ત્રિવેદી – અધ્યક્ષ ઉત્તર ગુજરાત પ્રાંત વિહિંપ અને અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ સહિતનાં સંત અને ભક્તજનોની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો.

Award / અમેરિકા તરફથી PM મોદીને મળ્યો વિશિષ્ટ ‘લીજેન્ડ ઓફ મેરિ…

#CoronaUpdate / તો શું ખરેખર કોરોના સામે જંગ જીતી રહ્યુ છે ભારત? જાણો 24 કલા…

Farmer Protesst / આંદોલનનો 26મો દિવસ, ખેડૂત સંગઠનો કેન્દ્ર સાથે વાતચીતનો આજે ક…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો