Not Set/ આજે છે દેવદિવાળીનો પર્વ, રાજ્યમાં આ મંદિરો રહેશે ખુલ્લા અને આ રહેશે બંધ

આજે કાર્તિકી પૂર્ણિમાં દેવદિવાળીનો પર્વ છે. ત્યારે યાત્રાધામ અંબાજી મંદિર આજે ખુલ્લુ રહેશે. આજે ભક્તો જગતજનની માં અંબાનાં દર્શન કરી શકશે. કોરોના સંક્રમણને લઈ મંદિર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યુ હતુ. કાર્તિકી પૂર્ણિમા-દેવદિવાળીએ જ્યારે અંબાજી મંદિર ખુલ્લુ રહેશે તો વળી યાત્રાધામ શકિતપીઠ બહુચરાજી બંધ રહેશે. યાત્રાધામ બહુચરાજી મંદિરે આજે દર્શન કરી શકાશે નહી. યાત્રીઓની ભીડ […]

Top Stories Gujarat Others

આજે કાર્તિકી પૂર્ણિમાં દેવદિવાળીનો પર્વ છે. ત્યારે યાત્રાધામ અંબાજી મંદિર આજે ખુલ્લુ રહેશે. આજે ભક્તો જગતજનની માં અંબાનાં દર્શન કરી શકશે. કોરોના સંક્રમણને લઈ મંદિર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યુ હતુ.

કાર્તિકી પૂર્ણિમા-દેવદિવાળીએ જ્યારે અંબાજી મંદિર ખુલ્લુ રહેશે તો વળી યાત્રાધામ શકિતપીઠ બહુચરાજી બંધ રહેશે. યાત્રાધામ બહુચરાજી મંદિરે આજે દર્શન કરી શકાશે નહી. યાત્રીઓની ભીડ અટકાવવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સંક્રમણ અટકાવવા મંદિર દર્શન માટે બંધ છે. આજે દેવદિવાળી પર્વ પર ડાકોરનું રણછોડરાયજી મંદિર ભક્તો માટે પણ બંધ રહેશે. કોરોના સંક્રમણ વધતા ટેમ્પલ કમિટિએ નિર્ણય લીધો છે. ડાકોર મંદિરમાં બંધ બારણે પૂજા-અર્ચના કરાશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…