Not Set/ સુરતમાં કામ આપવાના બહાને યુવતીને બોલાવી કર્યો રેપ, હીરાનો વેપારી ફરાર

સુરતમાં એક હીરાના વેપારી દ્વારા ઓફિસમાં કામ આપવાના બહાને મહિલા પર બળાત્કાર ગુજારવાનો મામલો સામે આવ્યો છે. મહિલાએ હીરાના વેપારી વસંત પટેલ અને તેના ડ્રાઈવર વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Gujarat Surat

સુરતમાં એક હીરાના વેપારી દ્વારા ઓફિસમાં કામ આપવાના બહાને મહિલા પર બળાત્કાર ગુજારવાનો મામલો સામે આવ્યો છે. મહિલાએ હીરાના વેપારી વસંત પટેલ અને તેના ડ્રાઈવર વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જો કે, બંને ફરાર હોવાનું કહેવા રહ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી છે.

આ પણ વાંચો : આજે દેવદિવાળી પર્વે અમદાવાદીઓને મળશે આ બે ખાસ ભેટ

મળતી માહિતી મુજબ મૂળ જામનગરમાં રહેતી 22 વર્ષીય યુવતી થોડા દિવસો પહેલા સરથાણા-કામરેજ રોડ પર વેલાંજામાં તેના એક મિત્રના ઘરે રોકાવા આવી હતી. બંને નોકરી શોધી રહ્યા હતા. આ દરમિયાન બંનેનો હીરા ઉદ્યોગપતિ વસંત પટેલ સાથે સંપર્ક થયો હતો. વસંત પટેલે બંનેને નોકરી આપવાની વાત કરી હતી. વસંત પટેલે બંનેને તેની ઓફિસમાં બોલાવવા માટે મર્સિડીઝ કાર મોકલી હતી. આ પછી બંને વસંત પટેલની ઓફિસે પહોંચ્યા હતા.

આ પણ વાંચો : અક્ષરધામ મંદિર આ તરીખથી ભક્તો માટે મુકાશે ખુલ્લું

અહીં ઉદ્યોગપતિએ બંને યુવતીઓની કોલ્ડ્રીંકમાં નશીલા પડદામાં ભેળવીને પીવડાવી હતી. જે બાદ બંને યુવતીઓ બેહોશ થઈ ગઈ હતી. આ પછી વસંત પટેલે એક યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી, યુવતી જામનગરમાં તેના ગામમાં રહેવા ગઈ. જ્યાં તેણે તેના પરિવારના સભ્યોને જણાવ્યું. જે બાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે જણાવ્યું કે આરોપીઓના સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. હાલમાં બંને માટે કશું બહાર આવ્યું નથી. આરોપીઓને પકડવા માટે અલગ પોલીસ ટીમો બનાવવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…