Ahmedabad/ મનપાની વેબ સાઈટમાં ગંભીર છબરડા, છેલ્લા કેટલાય સમયથી કોઈ નવું અપગ્રેડેશન જ નથી થયું

અમદાવાદ મનપાની વેબ સાઈટમાં ગંભીર છબરડા જોવા મળી રહ્યા છે. મહાનગર અમદાવાદ ની અત્યાધુનિક વેબસાઇટ પર જ માહિતી અપગ્રેડ નથી. ahmedabadcity.gov.in વેબસાઇટ આવેલી છે. જેમાં અનેક અ જોવા મળે છે. જેમાં  વહીવટી-રાજકીય એવી અનેક માહિતીમાં ગોટાળા છે.

Top Stories Ahmedabad Gujarat

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન એટલે ડીજીટલ ઇન્ડિયા અને ડીજીટલ ઇન્ડીયાના સ્વપ્નને સાકાર કરવામાં રાત દિવસ અથાક મહેનત કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ ગુજરાત રાજ્યના  મહાનગર એવા અમદાવાદ ખાતે અમદાવાદ મનપાની વેબ્સાઈટ એ ડીજીટલ ઇન્ડિયાને મજાક બનાવી ને મૂકી દીધું છે.

કોરોના કાળમાં ઓન લાઈન વર્ક અને ડીજીટલ પ્લેટફોર્મ પર સરકાર ખુદ ભાર મૂકી રહી છે. અને લોકો પણ આ ડીજીટલી વર્ક કરવા માટે પ્રેરાઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ મનપા હજુ પણ ડીજીટલ વર્કમાં પછાત સાબિત થી રહ્યું છે.

અમદાવાદ મનપાની વેબ સાઈટમાં ગંભીર છબરડા જોવા મળી રહ્યા છે. મહાનગર અમદાવાદ ની અત્યાધુનિક વેબસાઇટ પર જ માહિતી અપગ્રેડ નથી. ahmedabadcity.gov.in વેબસાઇટ આવેલી છે. જેમાં અનેક અ જોવા મળે છે. જેમાં  વહીવટી-રાજકીય એવી અનેક માહિતીમાં ગોટાળા છે. ahmedabadcity.gov.in પર 7 ના બદલે 6 ઝોન બતાવાયા છે.  વેબસાઇટમાં નવા માત્ર નવા પશ્ચિમ ઝોનનો ઉલ્લેખ  છે. AMC ચેરમેન તરીકે અમુલ ભટ્ટના સ્થાને પ્રવિણ પટેલનો ઉલ્લેખ છે.  વેબસાઇટ પર ચેરમેન સહીત તમામ જુના સભ્યોના નામની યાદી ઉપલબ્ધ છે. વિપક્ષ નેતા તરીકે કમળાબેન ચાવડાના સ્થાને દિનેશ શર્માનો ઉલ્લેખ  જોવા મળે છે. વેબસાઇટ પર તમામ કમિટીઓની પણ જુની જ યાદીનો ઉલ્લેખ   રહ્યો છે.