‘મની દેવો ભવ’ ફિલ્મના ગીત લેજા લેજા રે…માં જોવા મળેલ મોડેલ નીના સરકારે માથું મુંડાવ્યું છે. હવે તમે આશ્ચર્યચકિત થશો કે તેણે આ કેમ કર્યું. પરંતુ આ કરવાનું એક મોટું કારણ છે. નીનાએ દાન કરવા માટે તેના વાળ મુંડ્યા છે, જે દરેક છોકરી માટે એક સાહસિક પગલું ગણી શકાય.

નીના સરકારે પોતે એક ટ્રીમરથી તેના માથાના બધા વાળ કાપી નાખ્યા છે. તેણે સોશિયલ મીડિયા પર ત્રણ વીડિયો શેર કર્યા છે. જેમાં તે પોતે જ પોતાના વાળને ટ્રિમ કરતી જોવા મળી રહી છે.

વીડિયો શેર કરતી વખતે નીનાએ કેપ્શનમાં લખ્યું છે કે “હું મારા સુંદર વાળને ગુડબાય કરવા જઈ રહી છું તમારા કારણે ઘણી કમાણી કરી છે તમારી સેવા માટે ખૂબ જ આભાર અને હવે હું મારા વાળને મુંડન કરવા જઈ રહી છું તમે વિચારી રહ્યા છો કે હું તેને વેચી છે પરંતુ તેને દાન કરવા જઈ રહી છું નીનાના આ વીડિયોને ચાહકો ખૂબ જ પસંદ કરે છે અને તેના પ્રામાણિક અને હિંમતવાન પગલાઓની ખૂબ પ્રશંસા થઈ રહી છે.’
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
