@નેહલ શાહ, મંતવ્ય ન્યૂઝ – દાહોદ
દાહોદ ખાતે સાયકો કિલર એન્કાઉન્ટરમાં ઠાર
મધ્યપ્રદેશ પોલીસે સાયકો કિલરને માર્યો ઠાર
ખરેડી ગામનો કુખ્યાત સાયકો કિલરનું મોત
પોલીસ અને આરોપી વચ્ચે સામસામે ફાયરીંગ
ફાયરીંગમાં 5 પોલીસ કર્મીઓ થયા ઇજાગ્રસ્ત
આરોપી પેરોલ જમ્પ કરી 2 વર્ષથી હતો ફરાર
ફરાર બાદ મધ્યપ્રદેશના રતલામમાં રહેતો હતો
એક જ પરિવારના 3 લોકોની હત્યા કરી ચલાવી હતી લૂંટ
દાહોદ નજીક ખરેડી ગામનો એક કુખ્યાત સાયકો કિલરને મધ્યપ્રદેશની પોલીસે એન્કાઉન્ટર માં ઠાર મારેલ છે. જણાવી દઇએ કે, દાહોદમાં એક વેપારી તેમજ અન્ય એક યુવકનાં મર્ડર કેસમાં આજીવન કારાવાસની સજા દરમિયાન પેરોલ જમ્પ કરી મધ્યપ્રદેશનાં રતલામમાં ત્રિપલ મર્ડર સહિત ચાર લોકોની હત્યાનો માસ્ટર માઇન્ડ દિલીપ દેવળ રતલામ જિલ્લાનાં ખાચરોજ ખાતે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો ત્યારે આ એકાઉન્ટમાં પાંચ જેટલા પોલીસ કર્મીઓ પણ ઘાયલ હોવાનું જાણવા મળેલ છે.

જણાવી દઇએ કે, દાહોદમાં બે હત્યા કરી આજીવન કારાવાસ ની સજા ભોગવતો દિલીપ દેવળ પેરોલ જમ્પ કરી 2 વર્ષથી ફરાર હતો. ફરાર થયા બાદ મધ્યપ્રદેશનાં રતલામમાં તે રહેતો હતો. રતલામમાં દેવદિવાળીનાં દિવસે એકજ પરિવારનાં ત્રણ લોકોની હત્યા કરી દિલીપ દેવળ તેમજ તેના સગીરતોએ લૂંટ ચલાવી હતી.

ટ્રિપલ મર્ડરનો મુખ્ય આરોપી દિલીપ દેવળને ગત મોડી રાત્રે મધ્યપ્રદેશની રતલામ પોલીસે રતલામની હોમગાર્ડ કોલોની નજીક તેનુ એન્કાઉન્ટર કર્યુ હતુ. જો કે તેને પકવા જઇ રહેલા પોલીસ પર તેને અંધાધૂધ ફાયરિંગ કર્યુ હતુ, જેમાં 5 પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા. આ એન્કાઉન્ટરમાં દિલીપ દેવળનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
