કૌભાંડ/ માંડવી સુગર મીલના હોદ્દેદારો સામે CBI ફરિયાદ, ભૂતિયા ખેડૂતો ઉભા કરી મેળવી કરોડો રૂપિયાની લોન

સુગર મીલ ના હોદ્દેદારો દ્વારા ભૂતિયા ખેડૂતો ઉભા કરીને ૪૨.૩૦ કરોડની લોન મેળવીને બેન્ક ચુકવણા કરવા નિષ્ફળ

Top Stories Gujarat Surat

@નિર્મલ  પટેલ, સુરત

  • સુગર મીલ ના હોદ્દેદારો દ્વારા ભૂતિયા ખેડૂતો ઉભા કરીને ૪૨.૩૦ કરોડની લોન મેળવીને બેન્ક ચુકવણા કરવા નિષ્ફળ

રતની માંડવી સુગર મીલ ના હોદ્દેદારો સામે CBI ફરિયાદ,ભૂતિયા ખેડૂતોના નામે ૪૨ કરોડની લોનનું કૌભાંડ ઝડપાયું,CBI એ સુગર મીલ ના ૧૮ હોદ્દેદારો સામે નોંધી ફરિયાદ, સુગર મીલના કરોડો રૂપિયાના લોન કૌભાંડની તપાસ નો રેલો CBI સુધી પહોંચ્યો,સભાસદો એ કૌભાંડમાં મીલ ના હોદ્દેદારો ની સાથે લોન આપનાર બેન્ક ની પણ મીલી ભગત હોવાનો આક્ષેપ કર્યો  છે.

સુરતની માંડવી સુગર મીલમાં કરોડો રૂપિયાની લોન કૌભાંડ માં CBI મેદાન માં આવી છે. સ્થાનિક પોલીસ ની ફરિયાદ બાદ હવે CBI એ માંડવી સુગર મીલ ના ૧૮ હોદ્દેદારો સામે ફરિયાદ કરી છે. માંડવી સહકારી ખાંડ ઉદ્યોગ લીમીટેડ ના ચેરમેન બાબુ બાદન,વાઇસ ચેરમેન બાબુ ગામીત,એમ.ડી રવિન્દ્ર પટેલ સહિત ૧૮ હોદ્દેદારો સામે CBI એ દરોડા પાડી ગુનો નોંધ્યો છે. સુરત ની યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા ની રિજનલ બ્રાન્ચ ની ફરિયાદ ના આધારે CBI તપાસ ચાલી રહી છે.

સુગર મીલ ના હોદ્દેદારો દ્વારા ભૂતિયા ખેડૂતો ઉભા કરીને ૪૨.૩૦ કરોડની લોન મેળવીને બેન્ક ચુકવણા કરવા નિષ્ફળ જતા CBI તપાસ ચાલી રહી છે,સુરત ની યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પાસે ૪૨.૩૦ કરોડ અને પાલોદ,માંગરોળ બ્રાન્ચ માંથી ગ્રીન કાર્ડ સ્કીમ હેઠળ ૪૦ કરોડ ની લોન લઈને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ યુનિયન બેન્કે CBI ને આપી છે,બેન્ક ની ફરિયાદ ને આધારે CBI એ તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે માંડવી સુગર મીલ ના સભાસદો એ લોન આપનાર બેન્ક ઉપર પણ અનેક આક્ષેપો કર્યા છે.

માંડવી સુરત મીલ ના સભાસદો એ બેન્ક ઉપર પણ અનેક આક્ષેપો કર્યા છે. સભાસદો એ મીલ ને લોન આપનાર બેન્ક ઉપર પણ સવાલો ઉઠાવ્યા છે. કૌભાંડ આચરનાર મીલ ના હોદ્દેદારો સાથે લોન આપનાર બેન્ક ની પણ મિલી ભગત હોવાનો આક્ષેપ સભાસદો એ કર્યો છે. હાલ તો બેન્કે પોતાના બચાવ માટે ચોરી ઉપરસે સીના ચોરી જેવા ઘાટ કરી પોતે જ ફરિયાદી બનીને પોતાના બચાવ ના પ્રયાસ માં લાગી છે. જોકે આ મામલે સુગર મીલ ના સભાસદોએ બેન્ક વહીવટ ની પણ યોગ્ય તપાસ કરવા માંગ કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…