છેલ્લા આઠ મહિનાથી ભારત સહિત સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લડાઈ લડી રહ્યું છે, કોરોના વેક્સિન અને તેના વિતરણને લઈને વિશ્વભરના સત્તાધીશો કાર્યક્રમ ઘડી રહ્યા છે. લોકો કોરોના વેક્સિન આવે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પરંતુ તેની વચ્ચે પણ કોરોના કાબુ બહાર જતો હોય તેમ લાગી રહ્યું છે. અત્યાર સુધીમાં કોરોનાના મૃતકોની સંખ્યા લાખોમાં થતાં લોકોમાં કોરોનાને લઈને ડર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : સુરત તંત્ર દ્વારા કોરોના વેક્સિનનો ડેટા સૌ પ્રથમ તૈયાર, આરોગ્યકર્મીઓ અગ્રિમતા
વૈશ્વિક મહામારી કોરોના વાયરસ (કોવિડ -19) ને કારણે 15 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે રોગચાળો અત્યાર સુધીમાં વિશ્વભરમાં 6.51 કરોડથી વધુ લોકોને સંક્રમિત કરી ચૂક્યો છે. માહિતી અનુસાર, વિશ્વના 191 દેશોમાં અત્યાર સુધીમાં 65,169,904 લોકોને કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે અને 15,05,527 લોકો મૃત્યુ પામ્યા છે.
આ પણ વાંચો : યુવરાજના પિતાએ ગુજરાતીઓને લઈને છેડયો વિવાદ, કર્યું એવું કે હવે ધરપકડ કરવા ઉઠી માંગ
કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત યુ.એસ. માં અત્યાર સુધીમાં 1.41 કરોડથી વધુ લોકો સંક્રમિત થયા છે અને 2,76,157 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 36,595 નવા કેસ નોંધાયા હતા અને ચેપગ્રસ્ત લોકોની સંખ્યા લગભગ 95.71 લાખ સુધી પહોંચી હતી. તંદુરસ્ત લોકોની સંખ્યા 90.16 લાખથી વધુ થઈ ગઈ છે, જ્યારે 540 વધુ દર્દીઓનાં મોત સાથે મૃત્યુની સંખ્યા વધીને 1,39,188 થઈ ગઈ છે. બ્રાઝિલમાં કોરોના વાયરસથી પ્રભાવિત લોકોની સંખ્યા 64.87 લાખને વટાવી ગઈ છે જ્યારે 1,75,270 લોકો મૃત્યુ પામ્યા છે.
આ પણ વાંચો : રાજકોટમાં વધુ 6 દર્દીઓના કોરોના સબબ મોત, 781 દર્દીઓ સારવાર હેઠળ, 86 ડિસ્ચાર્જ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
