Not Set/ ક્લેક્ટર ઓફિસના ઝોનલ ઓફિસર કોરોના પોઝિટિવ, દિકરાના લગ્ન વચ્ચે પણ રહ્યા બધાથી દૂર

રાજકોટ શહેરમાં દિવસે દિવસે કોરોનાની પરિસ્થિતિ બેકાબૂ થતી જાય છે. કોરોના સંક્રમણથી અધિકારીઓ પણ બચી શકતા નથી. તાજેતરમાં જ શહેરના ધારાસભાના સાંસદ  અભય

Top Stories Rajkot

રાજકોટ શહેરમાં દિવસે દિવસે કોરોનાની પરિસ્થિતિ બેકાબૂ થતી જાય છે. કોરોના સંક્રમણથી અધિકારીઓ પણ બચી શકતા નથી. તાજેતરમાં જ શહેરના ધારાસભાના સાંસદ  અભય ભારદ્વાજનું કોરોના સંક્રમણમાં નિધન થયું છે. કોર્પોરેશનમાં પણ અગાઉ પદાધિકારીઓ કોરોના સંક્રમિત થયા હતા.કલેક્ટર ઓફિસના ઝોનલ ઓફિસર-3નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક તરફ આજે દિકરાના લગ્ન છે અને બીજી તરફ ઝોનલ ઓફિસર એસ.આર.ગીનોયા કોરોના પોઝિટિવ આવ્યાં છે. જેથી દિકરાના લગ્ન પિતાની ગેરહાજરીમાં જ યોજાયા છે.

ઘરમાં પ્રસંગ હોવા છતાં અત્યારે એ બધાથી દૂર અલગ આઇસોલેશનમા રહેતા હોવાનું મીડિયા સમક્ષ ઝોનલ ઓફિસર એસ.આર.ગીનોયાએ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે “મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી હું ક્વોરન્ટાઈન થઈ ગયો છું, મારા દિકરાની આજે જાન બહારગામ ગઈ છે. જેમાં પરિવારના સભ્યો ગયા છે. પણ કોરોના હોવાથી હું ક્વોરન્ટાઈન થઈ ગયો છું. છેલ્લા બે દિવસથી ઘરેમા લગ્નનો માહોલ છે. પણ હું મારા રૂમથી બહાર નીકળ્યો જ નથી. તેમજ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી રહ્યો છું.

કોરોના કાળમાં પડકારોની વચ્ચે લગ્નનું આયોજન થયું છે ત્યારે પિતા કોરોના પોઝિટિવ હોવાના કારણે તેઓની ગેરહાજરીમાં દિકરાના લગ્ન યોજવાની ફરજ પડી હતી.જેના કારણે છેલ્લા બે દિવસથી ઘરમાં લગ્નનો માહોલ છે. પણ એસ.આર ગીનોયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ક્વોરન્ટાઈન થઈ ગયા છે. જેથી સમગ્ર લગ્ન પિતાની ગેરહાજરીમાં જ યોજાયા હતા. જો કે પરિવારના અન્યો સભ્યો સ્વસ્થ હોવાથી તેઓ લગ્નમાં જોડાયા હતા. રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યમાં વધારો થઈ રહ્યો છે.રાજકોટોમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા છેલ્લા 10-15 દિવસથી ખુબજ વધી રહી છે. રાજકોટમાં જ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 11 હજાર 500ને પાર પહોંચી ગઈ છે. જેથી આરોગ્ય વિભાગ પણ દોડતો થઇ ગયો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…