ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે શ્રેણીની છેલ્લી ટી-20 મેચ સિડનીમાં રમાઈ રહી છે. ત્રીજી અને અંતિમ ટી-20 માં ભારતનાં કેપ્ટન કોહલીએ ટોસ જીત્યા બાદ પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 5 વિકેટે 186 રન બનાવ્યા છે.
https://twitter.com/ICC/status/1336249049016655872?s=20
ઓસ્ટ્રેલિયા તરફથી મેથ્યુ વેડે તોફાની ઇનિંગ્સ રમી હતી અને 80 રન બનાવીને આઉટ થયો હતો. વેડ ઉપરાંત મેક્સવેલે 54 રન બનાવ્યા હતા. બંનેની તોફાની ઇનિંગ્સે કાંગારૂ ટીમને 20 ઓવરમાં 186 રન સુધી પહોંચાડવામાં ખાસ ભૂમિકા ભજવી હતી. જ્યારે ભારત તરફથી વોશિંગ્ટન સુંદરને 2 વિકેટ મળી હતી, જ્યારે શાર્દુલ અને નટરાજન 1-1 વિકેટ ઝડપી શક્યા હતા. રન આઉટ થતા ડી અર્શી પેવેલિયન પરત ફર્યો હતો. જણાવી દઇએ કે, ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિંચની વાપસી સારી નહોતી રહી અને તે કોઈ રન બનાવ્યા વિના આઉટ થયો હતો. 14 રનનાં સ્કોર પર ઓસ્ટ્રેલિયાની પ્રથમ વિકેટ પડી હતી.
ક્લિન સ્વીપની તક
ટીમ ઇન્ડિયાએ પ્રથમ બે મેચ જીતીને શ્રેણીમાં 2-0થી અગમ્ય લીડ મેળવી લીધી છે. હવે ભારતની નજર ક્લીન સ્વીપ પર રહેશે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ વનડે આંતરરાષ્ટ્રીય શ્રેણી 2-1 થી જીતી લીધી હતી. પાછલી મેચમાં ફિન્ચને ઈજા થઈ હતી અને તેની જગ્યાએ મેથ્યુ વેડને ટીમની કમાન સોંપવામાં આવી હતી.
હેડ ટૂ હેડ
ટી-20 ક્રિકેટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા 22 વખત એક બીજાનો સામનો કરી ચૂક્યા છે, જેમાંથી ભારતે 13 મેચ જીતી છે, જ્યારે ઓસ્ટ્રેલિયા 8 મેચ જીતી ચૂક્યુ છે. એક મેચ અનિર્ણાયક રહી છે. એટલે કે, ટી-20 ફોર્મેટમાં ભારતની ટીમે ઓસ્ટ્રેલિયા પર વર્ચસ્વ જમાવ્યું છે.
ભારત
3rd T20I. India XI: S Dhawan, KL Rahul, V Kohli, S Iyer, S Samson, H Pandya, S Thakur, W Sundar, D Chahar, Y Chahal, T Natarajan https://t.co/5obpq86yHe #AusvInd
— BCCI (@BCCI) December 8, 2020
ઓસ્ટ્રેલિયા
3rd T20I. Australia XI: A Finch, M Wade, S Smith, G Maxwell, M Henriques, D Short, D Sams, S Abbott, A Tye, M Swepson, A Zampa https://t.co/5obpq86yHe #AusvInd
— BCCI (@BCCI) December 8, 2020
બંને દેશો વચ્ચેની ઓસ્ટ્રેલિયા ટૂરમાં અગાઉની ત્રણ મેચની શ્રેણી 1-1 થી બરાબર રહી હતી. ટી-20 માં ભારતે સતત 10 જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઇન્ડીઝને ત્રણ, ન્યૂઝીલેન્ડને પાંચ અને ઓસ્ટ્રેલિયાને બે મેચમાં પરાજય આપ્યો છે. તે ટી-20 માં અફઘાનિસ્તાનનાં બીજા શ્રેષ્ઠ પ્રદર્શનની બરાબરી કરતા એક જીતથી દૂર છે. અફઘાનિસ્તાને 2018-19માં સતત 12 ટી-20 અને 2016-17માં સતત 11 મેચ જીતી હતી.
ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો કર્યો નિર્ણય
ટીમ ઈન્ડિયા આજે ક્લિન સ્વીપનાં ઈરાદે ઉતરશે મેદાનમાં, જાણો સંભવિત પ્લેઈંગ ઈલેવન
હાર્દિક પંડ્યાની બેટિંગ જોઇ ચોંકી ઉઠી ઈગ્લેન્ડની આ મહિલા ખેલાડી
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
