@પરેશ પરમાર, અમરેલી
કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરુદ્ધ આજરોજ ભારત બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું. તેવા સમયે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી અમરેલી APMC એ તેમના કાર્યાલયએ સવારે પહોંચ્યા તેમના કાર્યકર્તાઓની સાથે ચર્ચા કરી અને જણાવ્યું કે આપણે એક એક વ્યક્તિએ વેપારીઓને રજુઆત કરવા નીકળવાનું છે.
ભારત બંધને સમર્થન આપવા માટે વેપારીઓને વિનંતિ કરવાની છે..ત્યાર બાદ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી તેમનું સ્કૂટર લઈને વેપારીઓને ભારત બંધને સમર્થન આપવા બજારોમાં બે હાથ જોડીને વિનંતી કરી રહયા હતા તેવા સમયે અમરેલી પોલીસ તેમની અટકાયત કરવા માટે પાછળ પાછળ દોડી હતી.
ત્યારેપરેશ ધાનાણી ને જીવારાજ મહેતા ચોક પાસે પોલીસે રોકીને અટકાયત કરવાના પ્રયાસો કર્યા હતા. ત્યારે પોલીસ અને પરેશ ધાનાણી વચ્ચે રકઝક પણ જણાઈ હતી. વિરોધ પક્ષના નેતા પરેશ ઘણાંનીએ જણાવ્યું હતું કે એકલો માત્ર બજારમાં ખરીદી કરવાં નીકળ્યો છું તમે કેમ મને રોકો છો.
તેમજ પોલીસે તેમને અટક કરવાના પ્રયાસ કર્યા ત્યારે પરેશ ધાનાણીએ પોલીસ ને એવું પણ જણાવ્યું હતું કે તમો મને હાથ ન લગાવશો મને કોરોના થશે તો હું ફરિયાદ કરીશ આવું જણાવી પરેશ ધાનાણી પોતાનું સ્કૂટર લઈને ત્યાંથી પોલીસના સિકંજા માંથી નીકળી ગયા.
ત્યાર બાદ અમરેલીની બજારોમાં પોલીસ અને વી.પક્ષના નેતા પરેશ ધાનાણી વચ્ચે ફિલ્મી ઢબે સ્ટંટ જણાયા હતા પોલીસ પાછળ અને વી.પક્ષના નેતા પરેશ ધાનાણી પોતાનું સ્કૂટર લઈને આગળ ત્યારે અમરેલીની બજારોમાં પોલીસ અને પરેશ ધાનાણી વચ્ચે પકડમ પાટી જેવા પણ ઘાટ સર્જાયા હતા.પરેશ ધાનાણી વેપારીઓને અપીલ કરવાનું ન ચુક્યા અંતે પોલીસે પરેશ ધાનાણીની અટકાયત કરવામાં આવી હતી.

પરેશ ધાનાણી ની અટકાયત થયા બાદ દિલીપ સંઘાણી સાઇકલ લઈને રસ્તાઓ પર વેપારીઓને ભારત બંધના સમર્થનમાં ન જોડાવવા આહવાન કરવા નીકળ્યા ત્યારે અમરેલી શહેરમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વેપારીઓને રજુઆત કરતા મિશ્રપ્રતિસાદ જોવા મળ્યો હતો.
