પંચમહાલ/ ભારત બંધનો ફ્લોપ શો : બંધ પાડવા માટે નિકળેલા દસ જેટલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત

મંગળવારે બંધના સમર્થનમાં કાલોલ કોંગ્રેસના કાર્યકરો સરદાર ભવન ખાતે એકત્ર થયા હતા. પરંતુ કોંગ્રેસના કાર્યકરોને કોઇપણ જાતનો વિરોધ પ્રદર્શન કરવા ન દેતા પોલીસ સાથે ચકમક ઝરી હતી.

Top Stories Gujarat Others

@મોહસીન દાલ,પંચમહાલ 

ભારતમાં અમલમાં આવેલા ત્રણ કૃષિ બિલોના વિરોધમાં ખાસ કરીને ઉત્તર ભારતીય ખેડૂતોએ ભારે વિરોધ કરી મંગળવારે દેશભરમાં ભારતબંધનું એલાન આપ્યું હતું અને ભારત બંધના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા આંદોલનને ટેકો આપતા દેશમાં ઠેરઠેર ખેડૂતો અને કોંગ્રેસ કાર્યકરો દ્વારા બંધના સમર્થન માટે ઉતરી આવ્યા હતા. જે મધ્યે મંગળવારે બંધના સમર્થનમાં કાલોલ કોંગ્રેસના કાર્યકરો સરદાર ભવન ખાતે એકત્ર થયા હતા. પરંતુ કોંગ્રેસના કાર્યકરોને કોઇપણ જાતનો વિરોધ પ્રદર્શન કરવા ન દેતા પોલીસ સાથે ચકમક ઝરી હતી.

જેથી બે જેટલા કાર્યકરોની ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં ડિટેઇન કરી દેવાયા હતા. તદ્ઉપરાંત કાલોલમાં આંદોલન માટે જાણીતા કોંગ્રેસના અગ્રણી અને પાટીદાર સમિતીના પ્રમુખ એવા નીરવ પટેલને કાલોલ પોલીસે તેમના રામનાથ ગામના ઘરમાંથી જ વહેલી સવારે જ ડીટેઈન કરી લેવામાં આવ્યા હતા. આમ કોઈપણ વિરોધ પ્રદર્શન પહેલા જ પોલીસે કોંગ્રેસના મહામંત્રી પ્રદીપસિંહ પરમાર, તાલુકા પ્રમુખ નરવતસિંહ પરમાર, ગનીભાઈ મન્સુરી, ભૂપેન્દ્રસિંહ ખેર સહિત દશ જેટલા કાર્યકરોની અટકાયત કરી કાલોલ પોલીસ મથકે બેસાડી દેવામાં આવ્યા હતા.

જોકે બીજી તરફ કાલોલ શહેરમાં બંધને અમુક ગણ્યાગાંઠયા લોકો દ્વારા સ્વયંભુ રીતે બંધ કરેલી દુકાનો સિવાય તમામ બજારો ખુલ્લા અને સામાન્ય જોવા મળ્યા હતા. તેમ છતાં બંધ હેઠળ દિવસ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ માટે જિલ્લા એસઓજી પોલીસની ટુકડી સાથે કાલોલ પોલીસે દિવસભર કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કાલોલ શહેર સાથે તાલુકામાં વેજલપુર, અડાદરા, એરાલ, મલાવ જેવા મોટાગામોમાં પણ બંધની કોઈ અસર જોવા મળી નહોતી અને જનજીવન સામાન્ય રહેતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…