@કૌશિકભાઈ છાયા, કચ્છ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ક્ચ્છ મુલાકાત પૂર્વે ગંભીર આક્ષેપો થતા તંત્ર પણ દોડતું થયું છે,કચ્છમાં વડાપ્રધાન ખાવડા સમીપે જે સોલાર પાર્કનું ખાતમુહૂર્ત કરવાના છે તે દેશની સુરક્ષા જોખમમાં મૂકી શકે તેમ છે,ભારત – પાકિસ્તાન બોર્ડર પર સુરક્ષા નિયમો નેવે મૂકી શરૂ થતો સોલાર પાર્ક ખતરાની ઘંટી સમાન હોવાના આક્ષેપો પ્રદેશ કોંગ્રેસના આદમ ચાકીએ આધાર પુરાવા સાથે કર્યા હતા.
આગામી 15 ડિસેમ્બરે વડાપ્રધાન મોદી કચ્છમાં ખાવડા બોર્ડર પર સોલાર એનર્જી પાર્કનું ભૂમિપૂજન કરવાના છે,આ જમીન ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડરની અઢીથી દસ કિલોમીટરના એરિયામાં આવેલી છે,અટારી બોર્ડર પર સરહદની ત્રીસ કિલોમીટરની ત્રીજયામાં કોઈને પણ જમીન આપવાની સખત મનાઈ છે તેવામાં અહીં સુરક્ષા નિયમો નેવે મૂકી જે પ્રોજેકટ સ્થપાય છે તે દેશની સુરક્ષા ખતરામાં મૂકી દેસે,સોલાર પ્લાન્ટ માટે આ પ્રતિબંધિત વિસ્તારમાં લોકોની અવરજવર વધશે જેથી સુરક્ષાનો પ્રશ્ન ઉભો થશે હજારો એકર જમીન 20 વર્ષના ભાડા પટે અદાણી વિન્ડ એનર્જી સહિતની કંપનીઓને અપાઈ છે,પ્રતિબંધિત વિસ્તારોમાં આ પ્રકારની ગેરરીતિ નુકશાનકારક હોવાનું પ્રદેશ કોંગ્રેસના નેતા આદમભાઈ ચાકીએ જણાવ્યું હતું,તેમણે કહ્યું કે,પ્રોજેકટ શરૂ કરતાં પૂર્વે સુરક્ષા ધ્યાનમાં લેવામાં આવે,સોલાર પ્લાન્ટ કાર્યરત થાય પછી ખાવડા અને ભુજના લોકોને અડધા ભાવે વીજળી અપાય તેવી માંગણીઓ કરી હતી,આ વેળાએ કોંગ્રેસના રમેશ ગરવા, ઘનશ્યામસિંહ ભાટી સહિતના હાજર રહ્યા હતા.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
