Rain/ છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, ઝરમર વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં

છોટાઉદેપુર જિલ્લામાં આકાશમા વાદળો છવાયેલા જોવા મળ્યા હતા. અને હવામાન ખાતાની આગાહી મુજબ વાદળોની ફોજ આવતા વાતાવરણ માં પલટો જોવા મળ્યો હતો. આકાશમાં કાળા ડીબાંગ વાદળો થતા માવઠું થવાની શક્યતાઓ વર્તાઈ રહી હતી

Gujarat Others

@સુલેમાન ખત્રી, મંતવ્ય ન્યૂઝ – છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લામાં આકાશમા વાદળો છવાયેલા જોવા મળ્યા હતા. અને હવામાન ખાતાની આગાહી મુજબ વાદળોની ફોજ આવતા વાતાવરણ માં પલટો જોવા મળ્યો હતો. આકાશમાં કાળા ડીબાંગ વાદળો થતા માવઠું થવાની શક્યતાઓ વર્તાઈ રહી હતી સમી સાંજ થતા છોટાઉદેપુર જીલ્લા ના બોડેલી,કોસિન્દ્રા, રાજબોડેલી સહીત ના વિસ્તારો મા ઝરમર ઝરમર વરસાદ વરસ્યો વરસાદી વાતાવરણ બન્યુ હતુ બોડેલી, નસવાડી, સંખેડા મા આવેલી જીનો મા હાલ કપાસ ભરેલો હોય જીન માલીકો પણ ચીંતા મા મુકાયા છે

વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે. કમોસમી વરસાદ થતા કપાસ, મકાઈ, તુવેરના પાકમાં ઈયળો પડવાની શકયતાઓ ઉભી થઈ છે ખેતરમાં ઉગાડેલા  શાકભાજી બગડી જાય ઘાસચારો બગડી જાય અને ખેડુતોએ કરેલી ખેતી માટે ની મેહનત પાણીમાં જવાનો ડર સતાવી રહ્યો છે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે. હવામાન ખાતાએ કરેલી માવઠાની આગાહી મુજબ જ વરસી રહેલા વરસાદ થી કપાસ , તુવેર , શાકભાજી, સહીત તૈયાર થયેલા પાકને મોટુ નુકસાન થાય તેવી ભીતી સેવાઇ રહી છે જેને લઇ જગત નો તાત ફરી એક વખત ચિતામાં મુકાયો સાંજ થી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતુ ત્યાર બાદ બાદ વરસાદી માહોલ થતા કેટલાક વિસ્તારો મા ધીમીધારે કમોસમી વરસાદ વરસતા હાલ લગ્ન ની સીજન ચાલતી હોય કેટલીક જગ્યાઓએ લગ્ન પ્રસંગ લઇને બેઠેલા લોકો પણ ચિંતિત બન્યા છે

છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા ખેતીને વ્યાપક નુકશાનથી ખેડૂતો માથે સંકટ તોળાઈ રહ્યુ છે ત્યારે
ભારતીય હવામાન વિભાગ ઘ્વારા બે દિવસ પૂર્વે આગાહી કરવામાં આવી હતી કે સમગ્ર ભારતમાં માવઠા સાથે કમોસમી વરસાદ પડશે જેમાં ગુજરાતના દક્ષિણ ગુજરાત,મધ્ય ગુજરાત ના વિસ્તારોમાં વરસાદ વરસશે તુવેર,ટામેટા,મરચા, કેળ ,કપાસ,મકાઈ સહિતના પાકોમાં કમોસમી વરસાદથી ભારે નુકશાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે પાકોમાં ભારે નુકશાન થવાથી ખેડૂતોના માથે સંકટ તોળાઈ રહ્યું છે માંડ માંડ ખેડૂતો ગતવર્ષથી જ કોરોના મહામારીના કારણે લોકડાઉનથી ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો ચોમાસાની સીઝન દરમિયાન વધુ વરસાદથી ચોમાસાની ખેતીને ભારે ફટકો પડ્યો હતો રવિ સીઝનની ખેતીમાં આશ જગાડીને બેસેલા ખેડૂતને કમોસમી વરસાદના વરસાવાથી ખેતીમાં મોટું નુકશાન વેઠવાનો વારો આવશે જેથી ખેડૂતોના માથે મોટું સંકટ તોડાતા વધુ ને વધુ તે દેવાના ડુંગરમાં ધકેલાશે તો નવાઈ નહિ આમ જિલ્લામાં વરસતા કમોસમી વરસાદથી ખેતીને વ્યાપક નુકશાન સાથે ખેડૂતો હાલ તો મુશ્કેલીમાં મુકાયા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…