Rajkot News/ રાજકોટ મનપાનું લોકોને દૂષિત પાણીનું વિતરણ

રાજકોટ મનપા દ્વારા લોકોને પીવાનું દૂષિત પાણી આપવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજકોટ મનપાના પાણીના એપ્રિલ માસમાં લેવામાં આવેલા 13 નમૂના નિષ્ફળ ગયા છે.

Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટ મનપા દ્વારા લોકોને પીવાનું દૂષિત પાણી આપવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજકોટ મનપાના પાણીના એપ્રિલ માસમાં લેવામાં આવેલા 13 નમૂના નિષ્ફળ ગયા છે. ટેસ્ટિંગ દરમિયાન 164 પૈકીના 13 નમૂના ફેલ ગયા છે. 13 વિસ્તારના લોકોને દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રાજકોટ મનપા દ્વારા વોટરવર્ક્સ વિભાગને સૂચના આપવામાં આવી છે. રાજકોટ મનપાએ વોટર વર્ક્સ વિભાગને કલોરિનેશન પ્રક્રિયા સઘન બનાવવાની સૂચના આપી છે. પાઇપલાઇનમાં ભંગાણ હોય તો તરત રિપેર કરવા સૂચના આપી છે. રાજકોટ મનપાએ દૂષિત પાણી આપ્યું છે અન તે જ વિસ્તારોના નામ છૂપાવવાનો પ્રયત્ન કર્યો છે.

આ બનાવ બતાવે છે કે રાજકોટ મનપાના વોટર વર્કસ વિભાગે કેટલી ગંભીર બેદરકારી દાખવી છે. તેથી રાજકોટ મનપાએ કયા વિસ્તારોનું પાણી ખરાબ આવ્યુ છે તેના નામ છૂપાવ્યા છે. આ સ્થળ જાહેર થશે તો તેની ઇજ્જત ભયમાં મૂકાશે તે ડરે તેના નામ છૂપાવ્યા છે. રાજકોટ મનપાની આ પ્રકારની નબળી કામગીરી અને લોકોના આરોગ્ય સાથે કરેલી રમતના કારણે લોકોમાં આક્રોશ ફેલાયો છે.


આ પણ વાંચો : Rajkot : વિશ્વાસુ કર્મચારીએ માલિકને 1.99 કરોડનો ચૂનો લગાવ્યો

આ પણ વાંચો : છરીનો ડર બતાવી મહિલાને તેના જ ઘરમાં ઘૂસી હવસખોરે કર્યુ વારંવાર દુષ્કર્મ અને પછી…

આ પણ વાંચો :  ચા નાં શોખીનો માટે આવ્યા સારા સમાચાર, હવે માણી શકશો ઘરની બહાર ચાની ચુસ્કીનો આનંદ