અમદાવાદમાં જુગારની લતથી પરેશાન યુવકે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. યુવકે આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં તેણે તેની માતાના નામનો ઉલ્લેખ કરીને લખ્યું છે કે તે તેમના મૃત્યુ માટે પોતે જ જવાબદાર છે. ઘટનાની જાણ થતાં જ વસ્ત્રાપુર પોલીસનો કાફલો પહોંચ્યો હતો.
અમદાવાદ બાદ હળવદમાં લગ્ન પ્રસંગમાં ફાઇરીંગ, વિડિયો વાયરલ થતા નોંધાઈ ફરિયાદ
મળતી માહિતી અનુસાર, અમદાવાદના મોટેરા વિસ્તારમાં રહેતા અને એક ખાનગી કંપનીમાં કામ કરતા ચિરાગ પટેલે શુક્રવારે થલતેજ વિસ્તારમાં હોટલ મુકુંદના રૂમ નંબર 610 ના બાથરૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં જ વસ્ત્રાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે જણાવ્યું હતું કે ચિરાગ પટેલે તે આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ લખી હતી.
ભાવનગરમાં એરપોર્ટ રોડ પર યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરાઈ હત્યા
સ્યુસાઇડ નોટમાં જાણવામાં મળ્યું છે કે, તેને સટ્ટો રમવાની લત હતી. જેના કારણે તે એકદમ પરેશાન હતો. તેણે લખ્યું કે આ તેના જીવનની સૌથી મોટી ભૂલ છે. માતાને સંબોધન કરતાં તેણે લખ્યું હતું કે માતાએ રડવું ન જોઈએ, મને યાદ કોઈ પણ યાદ ન કરતા. તમે બધા લોકોનું નામ બગાડ્યું છે. મામાનો વિશ્વાસ તોડ્યો છે. પપ્પા માફ કરજો, મારી બગડવાની પાછળ કોઈ નથી. પોલીસે જણાવ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે.
વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઈંગ્લીશ દારૂ અને કાર સહિત 2.44 લાખનો મુદામાલ જપ્ત
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
