Cricket/ બાબર આઝમનાં T-20 સીરીઝથી આઉટ થવા પર બોલ્યા વકાર – તેનાથી ડરે છે બધી ટીમ

પાકિસ્તાનનાં બેટિંગ કોચ વકાર યુનુસનું માનવું છે કે, કેપ્ટન બાબર આઝમનું ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણીમાંથી બહાર થવુ ટીમ માટે મોટા આંચકા બરાબર છે.

Sports

પાકિસ્તાનનાં બેટિંગ કોચ વકાર યુનુસનું માનવું છે કે, કેપ્ટન બાબર આઝમનું ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણીમાંથી બહાર થવુ ટીમ માટે મોટા આંચકા બરાબર છે. પાકિસ્તાનનાં કેપ્ટન બાબરને ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણીમાંથી બહાર કરી દેવાયો છે. રવિવારે સવારે પ્રેક્ટિસ દરમિયાન તેને જમણા અંગૂઠામાં ઈજા થઈ હતી, જેના કારણે તેનો અંગૂઠા પર ફ્રેક્ચર થયુ હતુ.

વકારે યુનુસે પાકિસ્તાની પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, “આમાં કોઈ શંકા નથી કે બાબર આ સમયે કોઈપણ ફોર્મેટમાં વિશ્વનાં શ્રેષ્ઠ ખેલાડીઓમાં એક છે. તેથી તે આપણા માટે મોટો આંચકો છે. અન્ય ટીમો તેનાથી ડરે છે.” તેમણે કહ્યું કે, દુર્ભાગ્યપૂર્ણ છે કે ખોટા સમયે સીરીઝ શરૂ થતા પહેલા તે ઈજાગ્રસ્ત થયો. પરંતુ આ રમતનો એક ભાગ છે અને અન્ય ખેલાડીઓને પોતાને સાબિત કરવાની તક મળે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (પીસીબી) એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, બાબર આઝમને છ્રો ડાઉન દરમિયાન ઈજા થઈ હતી, જેના કારણે તેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં એક્સ-રેમાં ફ્રેક્ચર થયાની જાણ થઇ છે.

આ કારણોસર, તે 12 દિવસ સુધી નેટમાં ભાગ લઈ શકશે નહીં, જેનો અર્થ છે કે તે 18, 20 અને 22 ડિસેમ્બરે ત્રણ ટી-20 મેચોમાં ભાગ લઈ શકશે નહીં. આ સમય દરમિયાન, ડોકટરો બાબરની ઇજા પર નજર રાખશે અને 26 ડિસેમ્બરે યોજાનારી પ્રથમ ટેસ્ટ મેચમાં તેના ભાગ લેવા અંગે નિર્ણય કરશે. બાબર પહેલા, ઇમામ-ઉલ-હકને પણ ડાબા અંગૂઠા પર ઇજા થઈ હતી અને તેમનો પણ અંગૂઠો ફ્રેક્ચર થયો હતો. આ જ કારણ તેણે પાકિસ્તાન શાહીનની સાથે ચાર દિવસની મેચમાં ન્યૂઝીલેન્ડ-એ સામે ભાગ લીધો ન હતો. બાબરની સાથે ડોકટરો ઇમામની ઈજા પર પણ નજર રાખશે.

વિરાટની આ પ્રતિભા બાબર આઝમે પણ શીખવી જોઇએ : પાક. પૂર્વ કેપ્ટન

દિગ્ગજ ખેલાડીએ ટીમ ઈન્ડિયાની ટેસ્ટ સીરીઝને લઇને કરી ભવિષ્યવાણી, જણાવ્યો શું રહેશે ગેમ પ્લાન

દાયકાનો સર્વશ્રેષ્ઠ વનડે ભારતીય ક્રિકેટર કોણ ? આ નામને લઇ ગાવસ્કર-હેડન આવી ગયા સામસામે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…