નિધન/ કંગના રનૌતનાં દાદાનું થયુ અવસાન, અભિનેત્રીએ આ રીતે વ્યક્ત કર્યુ દુઃખ………

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતનાં દાદા બ્રહ્મચંદ રનૌતનું 90 વર્ષની વયે અવસાન થયું છે. બોલિવૂડ અભિનેત્રીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાના દાદાની એક તસવીર શેર કરી છે.

Trending Entertainment

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતનાં દાદા બ્રહ્મચંદ રનૌતનું 90 વર્ષની વયે અવસાન થયું છે. બોલિવૂડ અભિનેત્રીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાના દાદાની એક તસવીર શેર કરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે, તે કેટલાક મહિનાઓથી બીમાર હતા, ત્યારબાદ તેમનું મોત નીપજ્યું હતું.

કંગનાએ ગઈ કાલે રાત્રે પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, ‘હું આજે સાંજે મારા માતા-પિતાનાં ઘરે ગઈ હતી કારણ કે મારા દાદા બ્રહ્મચંદ રનૌતની છેલ્લા કેટલાક મહિનાઓથી તબિયત સારી ન હોતી, અને જવી હું ઘરે પહોંચી કે તુરંત જ તેમનું નિધન થઈ ગયું હતું.
પોતાના ટ્વિટમાં કંગનાએ વધુમાં લખ્યું છે કે, ‘તે 90 વર્ષની ઉંમરનાં હતા પરંતુ તેમ છતાં તેમના સેસ એફ હ્યૂમર બહુ જ સારો હતો અને અમે બધા તેમને ડેડી તરીકે બોલાવતા હતા. ઓમ શાંતિ.’

લોકો કંગનાનાં આ ટ્વિટનો જવાબ આપી રહ્યા છે અને તેમના દાદાનાં અવસાન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, કંગના રનૌતે તેની ફિલ્મ થલાઇવીનું શૂટિંગ પણ પૂરું કરી લીધું છે અને તે પછી તે પોતાના ઘરે પરત ફરી છે. તેમણે શનિવારે માહિતી આપી હતી કે તેમની ફિલ્મ થલાઇવીનું શૂટિંગ હવે પૂર્ણ થઈ ગયું છે.

આ ફિલ્મ અભિનેત્રીમાંથતી રાજનેતા બનેલા જય જયલિલિતાનાં જીવન પર આધારિત છે. શૂટિંગનાં અંતે કંગના રનૌતે પણ તેની ટીમ માટે ભાવનાત્મક નોટ પણ લખી હતી. આ ફિલ્મમાં અરવિંદ સ્વામી, ભાગ્યશ્રી અને મધુ શાહ પણ મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય કંગના રનૌતે તાજેતરમાં જ તેજસ ફિલ્મની ટીમ સાથે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને પણ મળી હતી. તેમણે કહ્યું કે, તેજસની ટીમ આશીર્વાદ માટે સંરક્ષણ પ્રધાનને મળી છે. કંગના રનૌતે કહ્યું કે, તેમની ટીમ તેજસની સ્ક્રિપ્ટ ભારતીય વાયુસેનાને પણ બતાવશે અને તેમની પાસેથી થોડી પરવાનગી લેશે.

બ્લેક બિકીની પહેરી પુલમાં ઉતરી હિના ખાન, અભિનેત્રીની સુંદરતા જોઈ ચાહકો થયા દીવાના

એરિકા ફર્નાન્ડિઝ અને હર્ષદ ચોપડાનું ‘જુદા કર દિયા’ સોંગ રિલીઝ, જુઓ

સુશાંત સિંહ રાજપૂત કેસ : રિયાને ડ્રગ્સ સપ્લાય કરનાર પૈડલરની કરાઈ ધરપકડ, 2.5 કરોડનું મળ્યું ડ્રગ્સ

તમિલ ટીવી અભિનેત્રી વીજે ચિત્રાએ કરી આત્મહત્યા, હોટલના બાથરૂમમાં…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…