Halvad/ ભારત પાકિસ્તાન 1971 યુદ્ધમાં શહીદ થયેલા વનરાજ સિંહ ઝાલા નું મોટું યોગદાન

1971 ભારત પાકિસ્તાન યુધ્ધમાં 93000 દુશ્મનોને આત્મ સમપૅણ કરવા મજબૂર કરીને ભારતે પાકિસ્તાનને પરાસ્ત કર્યું હતું
આ યુધ્ધમાં 3900 ભારતીય સૈનિકો શહીદ થયા હતા.

Gujarat Others

@બળદેવભાઈ ભરવાડ, મંતવ્ય ન્યૂઝ – મોરબી 

1971 ભારત પાકિસ્તાન યુધ્ધમાં 93000 દુશ્મનોને આત્મ સમપૅણ કરવા મજબૂર કરીને ભારતે પાકિસ્તાનને પરાસ્ત કર્યું હતું
આ યુધ્ધમાં 3900 ભારતીય સૈનિકો શહીદ થયા હતા.

આ યુધ્ધમાં આપણા હળવદ તાલુકાના કોયબા ગામના વનરાજ સિંહ ઝાલા ની વિરતા દેશભરમાં વખણાય હતી તેવો કોયબા ગામના હાલુભા રામભા ઝાલાના પુત્ર હતા તેવાને નાનપણથીજ દેશ માટે કયક કરી છૂટવાની ભાવના હતી સમય જતા વનરાજસિંહ ઓમી મા ભરતી થયા અને સૌ પ્રથમ દિલ્લી ખાતે તાલીમ મેળવી ત્યારબાદ રાજપુતાના રાઈફલ બટાલિયન સાથે કાશ્મીર મોરચે પોતાની ફરજ સંભાળી હતી 8-10 મહીનાની ફરજ દરમિયાન તા-3-12-1971 ના દિવસે પાકિસ્તાને ભારત પર આક્રમણ કર્યું ત્યારે વનરાજસિંહ પોતાની પલ્ટન સાથે કાશ્મીર મોરચે પાકિસ્તાન સામે જંગ ખેલવા પહોચી ગયા દુશ્મનો ઉપર પ્રચંડ આક્રમણ કર્યું.

પાકિસ્તાની વિવિધ ટુકડીઓને પિછે હટ કરાવી સામ સામે ઘણા સૈનિકો ઘવાયા ફરી 15-ડિસેમ્બરે દુશ્મનોએ પુરી તાકાત સાથે આક્રમણ કર્યુ પોતાના બંકરમા રહીને આપણી બટાલિયન ને પિછે હટ કરાવવા દુશમનોએ  કમરકસી અને સામ સામે કોણ પિછેહટ કરે, તેની હોડ જામી અંધાધૂંધ ગોળીબાર થયો ભીષણ જંગ જામ્યો છે વિમાનોની ધણેણાટી આગજરતી તોપ અને ચારેય બાજુએથી ઉડતા લોહીના ફુવારાઆેથી ભલ ભલા ના હાડ થંભી જાય તેવા ભયાનક દ્શય દેખાય રહ્યા હતા.

દુશ્મનોએ પોતાના બંકરમા છુપાઈને આપણી બટાલિયન ઉપર ગોળીઓનો ધોધ છોડીદિધો આમા આપણા અનેક ઘવાયા જેમા વનરાજસિંહ ઝાલાના દેહમા ચાર ચાર ગોળીઓ ધરબાય ગય આપણી બટાલિયનના સૈનિકોને ઘાયલ જોય બંકરમા છુપાયેલા દુશ્મનો આપણને માત આપવાનો મનસૂબો ઘડે તે પહેલા વનરાજસિંહ ઝાલાએ લોહિ નિતરતા શરીરે ભંયકર સિંહ ગર્જના કરી બાજુએ પડેલા હેન્ડ ગ્રેનેડ બોમ્બની હારમાળાને હાથમા ધારણ કરીને દુશમનના બંકર તરફ સામી છાતીએ દોટ મુકી વનરાજસિંહ ઝાલાએ જય હિન્દ ના જયઘોષ સાથે બંકરમા છેલ્લી છંલાગ લગાવી પ્રચંડ બોમ્બ વિસ્ફોટ કયૉ ઉડતા માસ ના ટુકડા અને લોહિ ના ફુવારાઆેથી દુશ્મન ના સપના રકતરંજીત થયગયા શ્રી વનરાજસિંહ ઝાલાએ દુશ્મનોના આખા બંકર ને ટુકડી સાથે ફુકી નાખ્યા અને તેવોએ અમર બલિદાન આપીને શહીદી વહોરી.

હળવદ તાલુકામાં વનરાજસિંહ ની વિરતા વખાણાય તાલુકાના નાગરીકોની મોટી સંખ્યામાં શોક સભા ભરાઇ જેમા કલેકટર સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા જેમા એક વિરલો ગુમાવ્યા ના દુખની સાથે ગૌરવ ની અનુભૂતિ પણ થાય.

ટંકારા નજીક લિફ્ટ આપવાને બહાને હવસખોરે યુવતી પર આચર્યું દુષ્કર્મ

મામી સાથે પ્રેમ હોવાથી મામાએ જ દારૂ પીવડાવીને ભાણેજને ઉતાર્યો મોતને ઘાટ

સુરત સમગ્ર ગુજરાતમાં પ્રથમ પેપર લેસ પદ્ધતિ પર કાર્ય કરતું મહાનગર પાલિકા

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, કડીના યુવક પર લૂંટના ઇરાદે કર્યો હુમલો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…