સામાન્ય રીતે લોકો સાપનું નામ સાંભળે એટલે ડરી જતા હોય છે. આજે અમે આપને એક એવા ગામ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં નાના બાળકો ઝેરી સાપ સાથે રમકડાની માફક રમે છે. દુનિયા સાપને વિસ્મયનું બીજું નામ માને છે, પરંતુ અલાહાબાદથી 45 કિમી દૂર એક એવું ગામ છે જ્યાં સાપ એ દરેક માનવીના જીવનનો મહત્વનો ભાગ છે. ઘરમાં પરીવાના સભ્યની માફક રહે છે. વૃદ્ધ કે બાળક, અહીં કોઈને સાપથી ડર નથી લાગતો. તેઓ બાળકો માટેના રમકડા જેવા છે. આશ્ચર્યની વાત તો એ છે કે આજ સુધી આ ગામમાં સાપના કરડવાથી કોઈનું મોત નીપજ્યું નથી.
શંકરગઢ વિસ્તારના કપરી ગામને મદારી ઓનું ગામ કહેવામાં આવે છે. અહીં દરેક ઘરમાં સાપ ઉછેરવામાં આવે છે. અહીં રહેતા લોકો તેમના કુટુંબ ચલાવવા માટે તેમના પર નિર્ભર છે. આ ગામમાં જે ઘરમાં સાપની સંખ્યા વધારે તેની પ્રતિષ્ઠા પણ વધુ હોય છે. અહીં, બાળકો રમકડાંથી નહીં પણ સાપ સાથે રમીને તેમના મનનું મનોરંજન કરે છે. બાળકો તેમની સાથે રમતા મોટા થાય છે. ઘણી વખત, રમતી વખતે બાળકો તેમના મોઢામાં હાથ પણ મૂકી દે છે. છતાં, સાપ તેમને નુકસાન પહોંચાડતા નથી.
આ ગામ સાપ અને માણસોની મિત્રતાનું એક અનોખું ઉદાહરણ છે. તેમ છતાં, તેમની વચ્ચેનો સંબંધ દરેકની સમજથી પર છે. તેમને ડર ના બદલે સાપ પ્રત્યેનો પ્રેમ છે. લોકો તેમને તેમના બાળકોની જેમ ઉછેર કરે છે. અહીં, કોબ્રા, વાઇપર, રેતાળ સ્નેક અને કરાત જેવા ખૂબ જ ઝેરી સાપ પણ ઘરમાં ફરતા જોવા મળે છે. સાપ નિષ્ણાત સમજાવે છે કે સાપને સ્પર્શથી જ અહેસાસ થી જાય છે કે, પકડવાવાળો તેને નુકશાન પહોચાડશે કે નહિ.
આ પણ વાંચો:દુનિયામાં પહેલીવાર ડોક્ટરોએ કર્યો આવો ચમત્કાર, માતાના ગર્ભમાં જ કરી બાળકની બ્રેઈન સર્જરી
આ પણ વાંચો:કુકુરદેવ મંદિર – આ પ્રાચીન મંદિરમાં થાય છે કૂતરાની પૂજા
આ પણ વાંચો:પ્લેનમાં બનાવવામાં આવેલા આ મેકડોનાલ્ડ્સની અદભૂત ડિઝાઇન જોઇને આશ્ચર્યચકિત થઇ જશો
આ પણ વાંચો:બિલ્ડરે ઓછા ભાવે ખરીદ્યું હતું જૂનું મકાન, દિવાલ તોડતા જ મળ્યો મોટો ખજાનો!
આ પણ વાંચો:આ અદભૂત બજારમાં સામાન નહીં પણ દુલ્હન ખરીદવા આવે છે લોકો, જાણો શા માટે?
