Banaskantha/ થરાદ પંથકમાં ઇંધણ ભેળસેળયુક્ત જાહેર કરાતા ઈસમ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ

બનાસકાંઠા જીલ્લાના થરાદથી વાવ હાઇવે પરના શ્રી ટ્રેડર્સ બાયોડીઝલ પંપ સામે તંત્રએ કાર્યવાહી કરી હતી. ગત તા. ૨૬/૯/૨૦૨૦ ના રોજ પુરવઠા અધિકારી અને મામલતદાર સહિતની ટીમે પેટ્રોલિયમ પદાર્થના વેચાણને લઇ તપાસ કરી હતી.

Gujarat Others

@ભરત સુંદેશા, મંતવ્ય ન્યુઝ -બનાસકાંઠા

થરાદ પંથકમાં અગાઉ બાયો ડીઝલ પંપ સામે કાર્યવાહી બાદ ઇંધણ ભેળસેળયુક્ત જાહેર થતાં એક ઇસમ સામે ફરીયાદ નોંધાઇ છે. તંત્ર દ્રારા અગાઉ પંથકના એક બાયોડીઝલ પંપ ઉપર અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં શંકાસ્પદ ઇંધણનો જથ્થો જપ્ત કરી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. આ તરફ તપાસમાં ઇંધણ ભેળસેળયુક્ત હોવાનું ખુલતાં અને કોઇપણ જાતની મંજૂરી વગર રાખી વેચાણ કરતાં હોવાનું ખુલતાં એેક ઇસમ સામે થરાદ પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે.

બનાસકાંઠા જીલ્લાના થરાદથી વાવ હાઇવે પરના શ્રી ટ્રેડર્સ બાયોડીઝલ પંપ સામે તંત્રએ કાર્યવાહી કરી હતી. ગત તા. ૨૬/૯/૨૦૨૦ ના રોજ પુરવઠા અધિકારી અને મામલતદાર સહિતની ટીમે પેટ્રોલિયમ પદાર્થના વેચાણને લઇ તપાસ કરી હતી. જેમાં ૬૦૦ લીટર બાયોડીઝલ જેવા પદાર્થ કિ.રૂ.૩૭,૮૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી જથ્થાનું પરીક્ષણ કરવા એફએસએલમાં મોકલી આપ્યો હતો. આ તરફ તે જથ્થાના રીપોર્ટમાં ભેળસેળયુક્ત હોવાનું ખુલ્યુ હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બનાસકાંઠા જીલ્લાના છાપી બાયોડીઝલ પંપ સામે કાર્યવાહી કરવામાં આવ્યા બાદ આજે વધુ એક ઇસમ સામે ફરીયાદ દાખલ થઇ છે. થરાદ મામલતદાર દીલીપકુમાર દરજીએ અર્જુનગીરી ગૌસ્વામી સામે ભેળસેળયુક્ત ઇંધણ કોઇપણ મંજૂરી વગર વેચાણ કરવાની ફરીયાદ નોંધાવી છે. થરાદ પોલીસે આરોપી સામે જરૂરી ચીજ વસ્તુઓનો અધિનિયમની કલમ ૩, ૭ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બારડોલીમાંથી કેનાલમાંથી યુવતીનો મળ્યો મૃતદેહ, મૃત્યુનું કારણ હજી અકબંધ

વડોદરામાં લવ જેહાદનો કિસ્સો આવ્યો સામે, જાણો શું છે આ સમગ્ર મામલો

મોરબી રવાપર ગ્રામપંચાયતની મિટિંગમાં ગયેલા લોકોને કઢાયા બહાર, આ છે મુખ્ય કારણ

દારૂનું કટીંગ કર્યાની શંકાથી પોલીસે યુવાનને ઢોર માર મર્યાનો આક્ષેપ

રાજકોટમાં BJP ના પૂર્વ કોર્પોરેટર ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપાયા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…