Political/ PM નાં બિનઆયોજીત લોકડાઉનનાં કારણે દેશમાં લાખો લોકોનાં જીવન થયા બરબાદ : રાહુલ ગાંધી

સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. ત્યારે આજે આ કેસનો આંક દેશમાં એક કરોડને વટાવી ગયો છે, જેના પર કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે અને એવો આક્ષેપ કર્યો છે કે તૈયારી વિના લોકડાઉનથી દેશનાં કરોડો લોકોનાં જીવન બરબાદ થઈ ગયા છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, “કોરોના સંક્રમણનાં […]

Top Stories India

સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. ત્યારે આજે આ કેસનો આંક દેશમાં એક કરોડને વટાવી ગયો છે, જેના પર કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે અને એવો આક્ષેપ કર્યો છે કે તૈયારી વિના લોકડાઉનથી દેશનાં કરોડો લોકોનાં જીવન બરબાદ થઈ ગયા છે.

તેમણે ટ્વિટ કર્યું હતું કે, “કોરોના સંક્રમણનાં એક કરોડ કેસ થઇ ગયા છે અને લગભગ 1.5 લાખ લોકો આ મહામારીનાં ભોગ બન્યા છે.” બિનઆયોજિત લોકડાઉનથી 21 દિવસમાં લડત જીતી શકાઇ નહીં, જેમ કે વડા પ્રધાને કહ્યું હતું. પરંતુ આનાથી દેશમાં કરોડોનું જીવન બરબાદ થઇ ગયુ છે.” ભારતમાં કોરોના વાયરસ સંક્રમણનાં નવા 25,152 કેસ નોંધાયા બાદ શનિવારે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા એક કરોડને વટાવી ગઈ છે. જો કે, સંક્રમણમાંથી ઠીક થનારા લોકોની કુલ સંખ્યા પણ વધીને 95.50 લાખ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન 347 દર્દીઓનાં મોત પછી, મૃતકોની કુલ સંખ્યા વધીને 1,45,136 થઈ ગઈ છે.

રાહુલ ગાંધી હંમેશાં કોરોના વાયરસ અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર શાંબ્દિક પ્રહારો કરતા આવ્યા છે. ત્યારે PM મોદી દ્વારા લોકડાઉન લાગુ કરવાનાં નિર્ણય પર પણ હવે તેમણે પ્રહારો શરૂ કર્યા છે. રાહુલ ગાંધી હંમેશા ટ્વીટ દ્વારા પીએમ નરેન્દ્ર મોદીની નીતિઓની ટીકા કરતા રહ્યા છે. તાજેતરમાં જ રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીને કોરોના રસી વિશે પૂછ્યું હતું કે, દેશને આ રસી ક્યાં સુધી મળશે, પીએમ મોદી દેશનાં લોકોને ક્યારે જવાબ આપશે. ભારતનાં આરોગ્ય મંત્રાલયનાં તાજેતરના આંકડા અનુસાર, ભારતમાં કુલ કોરોના કેસ વધીને એક કરોડ થયા છે, જેમાંથી 1 લાખ 45 હજાર લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે, દેશમાં સક્રિય દર્દીઓની કુલ સંખ્યા 3.08 લાખ છે. કોરોના વાયરસનો કુલ પોઝિટિવિટી રેટ હવે 6.25 ટકા છે.

Analytics / વસ્તી 135 કરોડ અને સાંસદો ફક્ત 543 – મેરા ભારત મહાન, પ…

Bengal Election / TMC માં બગાવતનાં પૂર વચ્ચે આજે HM અમિત શાહ બંગાળનાં પ્રવાસે…

Corona Vaccine / અમેરિકામાં ફાઈઝર પછી મોડર્નાની કોરોના રસીને પણ મળી મંજૂરી, જ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો