Bollywood/ રેમો ડિસોઝાને હોસ્પિટલમાંથી મળી રજા, આ રીતે થયું ઘરે સ્વાગત

રેમો ડિસોઝાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે ઘરે તેનું સ્વાગત કેવી રીતે કરવામાં  આવ્યું. રેમોએ કેપ્શનમાં લખ્યું છે, “પ્રાર્થનાઓ અને આશીર્વાદો બદલ તમારો આભાર.”

Entertainment

કોરિયોગ્રાફર અને ડિરેક્ટર રેમો ડિસોઝા હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ઘરે પરત ફર્યો છે. થોડા દિવસો પહેલા તેને હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી હતી. રેમો ડિસોઝાએ ઘરે પાછા આવ્યા બાદ ચાહકો અને તેના નજીકના કેટલાક લોકોનો આભાર માન્યો છે.

રેમો ડિસોઝાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે ઘરે તેનું સ્વાગત કેવી રીતે કરવામાં  આવ્યું. રેમોએ કેપ્શનમાં લખ્યું છે, “પ્રાર્થનાઓ અને આશીર્વાદો બદલ તમારો આભાર.” હું પાછો આવી ગયો છું. આ સુંદર સ્વાગત માટે ગેબ્રિયલ ડિસોઝા, એડોનિસ અને એડીનો આભાર. મારા બધા મિત્રોનો પણ આભાર. ”

https://www.instagram.com/p/CI8WGkbpIUs/?utm_source=ig_web_copy_link

વીડિયોમાં રેમો ડિસોઝા  લોવર અને ટી-શર્ટમાં નજર આવી રહ્યો છે. તે  ફુગ્ગાઓ  ઘેરાયેલ છે અને કેમેરાથી સામે થમ્બ્સ અપ કરી રહ્યો છે.વાપસી પર ચાહકો તેમનું સ્વાગત કરી રહ્યા છે. રેમોની આ પોસ્ટ પર ટિપ્પણી કરતા, ટેરેન્સ લુઇસે લખ્યું, “તમે મારો દિવસ બનાવી દીધો. તમને ઘરે જોઈને ખૂબ આનંદ થયો. હું તમને મળવા જલ્દી જ આવું છું. ગીતા કપૂરે ટિપ્પણી બોક્સમાં લખ્યું કે, “તમે ઘરે આવ્યા તેથી આનંદ થયો.” તમે હંમેશાં સ્વસ્થ, હેલ્ધી અને ખુશ રહો. ”

Remo D'Souza Wife, Age, Wiki, Instagram, Awards, Facebook |Invisiblebaba Blog

આપને જણાવી દઈએ કે આ પહેલા પત્ની લિઝેલ હોસ્પિટલમાંથી રેમો ડિસોઝાનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે ખુરશી પર બેઠો હતો અને ડાન્સકરતો હતો, તેણે વીડિયો પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું છે કે, પગ પર ડાન્સ કરવો એક વસ્તુ હોય છે, દિલથી ડાન્સ કરવો એક અલગ વાત હોય છે, રેમો ડિસોઝા, ચાહકોનો આભાર તમારી દુઆ અને પાર્થના માટે. ”

https://www.instagram.com/p/CIxJy-Xl92w/?utm_source=ig_web_copy_link

ઉલ્લેખનીય છે કે,આઈસીયૂમાં લિઝેલ રેમો સાથે હતી. ત્યાર બાદ તે રેમો સાથે સતત સંપર્કમાં હતી. રેમોને હોસ્પિટલમાં દાખલ કર્યા પછી આમિર અલી અને અહેમદ ખાન  રેમો ડિસોઝાને જોવા માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને સતત તેમની તબિયત પર નજર રાખી રહ્યા હતા. રેમો ડિસોઝાને ઘરે હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રેમોની પત્ની, કેટલાક ખાસ મિત્રો અને પડોશીઓએ તેને હોસ્પિટલમાં લઈ જવામાં મદદ કરી હતી.

Dancer-Choreographer Remo D'Souza suffers heart attack, admitted in Kokilaben hospital | Celebrities News – India TV

રેમો ડિસોઝા ડાન્સર, કોરિયોગ્રાફર અને દિગ્દર્શક છે. તેમણે ઘણી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. આ ઉપરાંત તેમણે ઘણા ગીતો પણ કોરિયોગ્રાફ કર્યા છે. રેમો ડિ’સૂઝા ઘણા ડાન્સ રિયાલિટી શૉઝમાં જજ તરીકે જોવા મળ્યા છે. રેમો ડિસોઝાબોલીવુડનું એક જાણીતું નામ છે. તેમણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

સની લિયોનીએ શેર કર્યું લેટેસ્ટ ફોટોશૂટ, ચાહકો બોલ્યા – ઓરિજનલ બ્યૂટી

‘બેબી કોહલી’નું ઓસ્ટ્રેલિયામાં કરશે સ્વાગત, બ્રેટ લીએ આપ્યું વિરાટ-અનુષ્કાને આમંત્રણ

ડ્રગ્સ કાંડ મામલે દીપિકા સહિતની અભિનેત્રીના ગેજેટ્સમાંથી FSLએ રીકવર કર્યો અધધધ ડેટા

બ્લેક ડ્રેસમાં મિથુન ચક્રવર્તીની દીકરી દિશાનીએ કરાવ્યું ફોટોશૂટ, જુઓ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…